મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

ટંકારા નજીક ટ્રક ટ્રેલર પાછળ ઢળતા કારના બોનેટ, બમ્પર, દરવાજા, મશીન અને રેડિયેટરમાં નુકસાન


SHARE







ટંકારા નજીક ટ્રક ટ્રેલર પાછળ ઢળતા કારના બોનેટ, બમ્પર, દરવાજા, મશીન અને રેડિયેટરમાં નુકસાન

મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ ટંકારા ગામની ખીજડીયા ચોકડી પાસેથી રાજકોટનો યુવાન પોતાની કાર લઈને જઈ રહ્યો હતો ત્યારે ટ્રક ટ્રેલરના ચાલકનું વાહન પાછળની તરફ ઢળતા પાછળ ઉભેલ કારમાં બોનેટ, બમ્પર, દરવાજા, મશીન અને રેડિયેટરમાં નુકસાન થયેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ રાજકોટના એસઆરપીએફ કેમ્પ સામે વર્ધમાન નગર રેસકોસ પ્રાઇડ ૪૦૨ ખાતે રહેતા મેરામણભાઇ ભીમાભાઇ સુત્રેજા જાતે મેર (૨૮)એ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક ટ્રેલર નંબર જીજે ૧૨ ઝેડ ૩૯૨૨ ના ચાલક કાનારામ બંકારામ જાટ રહે હાલ ભચાઉ મૂળ રહે. રાજસ્થાન વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, મોરબી રાજકોટ હાઇવે ઉપર ટંકારા પાસે આવેલ ખીજડીયા ચોકડી નજીક એએએ પાન સામે તેઓ પોતાની કાર નંબર જીજે ૯ ડીએ ૯૨૮૮ લઈને જઈ રહ્યા હતા ત્યારે ટ્રક ટ્રેલરના ચાલકે અચાનક પોતાનું વાહન પાછળની તરફ ઢળાવતા ફરિયાદીની ગાડી સાથે તે વાહન અથડાયું હતું અને ફરિયાદીની ગાડીના બમ્પર, બોનેટ, મશીન, દરવાજા અને રેડિયેટરમાં નુકસાન થયેલ છે જેથી કરીને યુવાન દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વૃદ્ધનું મોત

ટંકારા તાલુકાના હડમતીયા ગામે રહેતા હીરાભાઈ રામાભાઈ ચાવડા (૭૦) મોરબીના નાનીવાવડી ગામ પાસે શક્તિધામ નજીક હતા ત્યારે ત્યાં બીમારી સબબ તેનું મોત નિપજ્યું હતું જેથી તેના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી કરી હતી અને વધુ તપાસ વિપુલભાઈ પટેલ કરી રહ્યા છે






Latest News