મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

માળીયા (મી)-હળવદ રોડે ક્રિષ્ના હોટલમાંથી ૪૫ બોટલ દારૂ-૮૧ બિયરના ટીન સાથે એકની ધરપકડ


SHARE







માળીયા (મી)-હળવદ રોડે ક્રિષ્ના હોટલમાંથી ૪૫ બોટલ દારૂ-૮૧ બિયરના ટીન સાથે એકની ધરપકડ

માળીયા હળવદ હાઇવે ઉપર આવેલ ક્રિષ્ના હોટલ ખાતે દારૂ બિયરનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવતા સ્થળ ઉપરથી દારૂની ૪૫ બોટલ તથા ૮૧ બિયરના ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે ૨૬,૧૦૦ ની કિંમતનો દારૂ બિયરનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપીની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળીયા હળવદ હાઇવે ઉપર આવેલ ક્રિષ્ના હોટલે દારૂ બિયરનો જથ્થો હોવાની ચોક્કસ બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે ક્રિષ્ના હોટલમાંથી દારૂની ૪૫ બોટલો જેની કિંમત ૧૮૦૦૦ રૂપિયા તથા બિયરના ૮૧ ટીન જેની કિંમત ૮૧૦૦ આમ કુલ મળીને ૨૬,૧૦૦ ની કિંમતનો દારૂ બિયરનો જથ્થો હોટલમાંથી મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે આરોપી રિયાઝભાઈ કરીમભાઈ લધાણી જાતે મુસ્લિમ (૩૮) રહે. હાલ માળિયા હળવદ હાઇવે ક્રિષ્ના હોટલ મૂળ રહે. વર્સિલ ચોક એકડે એક બાપુ વિસ્તારમાં માજોઠી નગર જામનગર વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસે હોટલેથી મળી આવેલ દારૂ અને બિયરનો જથ્થો તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં આગળની તપાસ શરૂ કરવામાં આવી છે

અકસ્માતમાં ઇજા
મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ ઢુવા ગામ પાસે વરમોરા સિરામિક નજીક અકસ્માતનો બનાવ બન્યો હતો ત્યારે રિક્ષામાં જતા કાદરભાઈ બાવલીયા (૭૦) અને તસલીમા જાવેદ (૧૦) ને ઇજાઓ થતા તે બંનેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી જેથી કરીને પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવ વાંકાનેર તાલુકાનો હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવા માટે કવાયત કરેલ છે






Latest News