મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

હળવદના સાપકડા ગામે ગરમ પાણીના તપેલામાં પડતાં દાઝી ગયેલા દોઢ વર્ષના બાળકનું મોત


SHARE







હળવદના સાપકડા ગામે ગરમ પાણીના તપેલામાં પડતાં દાઝી ગયેલા દોઢ વર્ષના બાળકનું મોત

હળવદ તાલુકાના સાપકડા ગામે દોઢ વર્ષનો બાળક પોતાના ઘરે રમતા રમતા ગરમ પાણીના તપેલામાં દાઝી જતાં તેને તાત્કાલિક સારવાર માટે મોરબી લઈને આવ્યા હતા અને મોરબીથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જોકે, સારવાર કારગત ન નિવડતા તે બાળકનું મોત નીપજયું છે જેથી હોસ્પિટલ મારફતે હળવદ તાલુકા પોલીસને જાણ કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના સાપકડા ગામે રહેતા મહેશભાઈ ડાભીનો દોઢ વર્ષનો દીકરો ધ્રુવ ગરમ પાણીના તપેલામાં રમતા રમતા પડી ગયો હતો જેથી કરીને તે ગંભીર રીતે દાજી ગયો હોવાથી તેને તાત્કાલિક સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યારથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જોકે સારવાર કારગત ન નીવડતા ધ્રુવનું આજે વહેલી સવારે સારવાર દરમ્યાન મોત નીપજયું છે જેથી કરીને આ બનાવ અંગેની રાજકોટ સરકારી હોસ્પિટલ મારફતે હળવદ તાલુકા પોલીસને જાણ કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે વધુમાં મળતી માહિતી મુજબ ગત તા. ૨૭ ના રોજ સવારે સાડા પાંચ વાગ્યાના અરસામાં રમતા રમતા ધ્રુવ ગરમ પાણીના તપેલામાં પડી જતા દાજી ગયો હતો જેથી તેને સારવાર માટે લઈને આવ્યા હતા અને આજે સારવાર દરમિયાન તે બાળકનું મોત નીપજયું છે જેની આગળની તપાસ હવે હળવદ તાલુકા પોલીસ દ્વારા કરવામાં આવશે

ઝેરી દવા પીધી

થાન તાલુકાના મોરથરા ગામે રહેતા શામજીભાઈ ધરમશીભાઈ દેગામા (૪૦) નામનો યુવાન કોઈ કારણોસર ઝેરી દવા પી જતા તેને સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની બધી તપાસ હરેશભાઈ ચાવડા ચલાવી રહ્યા છે






Latest News