મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો હળવદના જુના ઇસનપુર ગામે જમીનના ભાગનું મનદુખ રાખીને યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો મોરબી નજીક મોર્ડન પોલિમર્સ નામના પ્લાસ્ટિકની ચેર બનાવતા કારખાનામાં આગ લાગતાં લાખોનું નુકશાન
Breaking news
Morbi Today

મોરબીના ચકમપર ગામે ગૌચરમાં દબાણ કરનારાઓને પ્લોટ ન આપવા સરપંચની રજુઆત


SHARE











મોરબીના ચકમપર ગામે ગૌચરમાં દબાણ કરનારાઓને પ્લોટ ન આપવા સરપંચની રજુઆત

મોરબીના ચકમપર ગામે થોડા દિવસો પહેલા ગૌચરની જમીન ઉયપર થયેલા દબાણોને તોડવામાં આવેલ છે અને ત્યારે ગામના મહિલા સરપંચે હાલમાં ટીડીઓને લેખિત રજુઆત કરીને દબાણ કરનારાઓને અગાઉ સરકારની ૧૦૦ ચોરસવાર યોજનામાં પ્લોટ આપવામાં આવ્યા હતા આજે પ્લોટને વેચી નાખ્યા છે જેથી આગામી સમયમાં આ યોજનાનો લાભ તેઓને ન આપવામાં આવે તેના માટે રજૂઆત કરેલ છે.

મોરબી તાલુકાનાં ચકમપરના સરપંચ વિજયાબેન ધનજીભાઈએ હાલમાં ટીડીઓને લેખિત રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, ચકમપર ગામે ગૌચરની જમીનમાં દબાણ કરવામાં આવ્યું હતું તેના ઉપર સરકારી બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે અને ગૌચરની જમીનને ખુલ્લી કરાવવામાં આવી છે જો કે, દબાણ કરીને રહેતા પરિવારોમાંથી મોટાભાગનાઓને અગાઉ સરકાર દ્વારા ૧૦૦ ચોરસ વારના પ્લોટમાં આપવામાં આવ્યા હતા ત્યાં મકાન બનાવીને તેઓએ વેચી નાખ્યા હોય આગામી સમયમાં ચકમપર ગામે કે પછી અન્ય ગામમાં તેઓને ૧૦૦ ચોરસવાર યોજનાનો લાભ ન આપવામાં આવે અને મોરબી જિલ્લામાથી હદપાર કરવા રજુઆત કરી છે






Latest News