મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીની યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજમાં કેમ્પસમાં સ્વચ્છતા-જાગૃતિ રેલી યોજાઇ


SHARE







મોરબીની યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજમાં કેમ્પસમાં સ્વચ્છતા-જાગૃતિ રેલી યોજાઇ

સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત મોરબીની યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજના રાષ્ટ્રીય સેવા યોજના એકમ અંતર્ગત ૨૯ સપ્ટેમ્બરના રોજ કોલેજ કેમ્પસમાં સ્વચ્છતા અભિયાન તથા સ્વચ્છતા જાગૃતિ સંદર્ભની રેલીનું આયોજન કરવામાં આવેલ હતું સ્વચ્છતા સંદર્ભના આ રાષ્ટ્રીય કાર્યક્રમને સ્થાનિક સ્તરે સફળ બનાવવા માટે આ કોલેજના એનએસએસ એકમ દ્વારા સ્વયમ સેવકોના બે અલગ જૂથ પાડીને સ્વયંસેવક ભાઈઓ દ્વારા કોલેજ કેમ્પસમાં સ્વચ્છતા સંદર્ભે શ્રમ પ્રવૃત્તિ કરવામાં આવેલ હતી જે અંતર્ગત બિલ્ડીંગ અંદરના ચોગાનમાં આવેલ જગ્યામાંથી ઘાસ અને નકામા છોડનો કચરો વીણીને, કાપીને, ખોદીને દૂર કરવામાં આવેલ હતો આ ચોગાનમાં વાવવામાં આવેલ વૃક્ષો સારી રીતે વિકસે તથા નવા વૃક્ષો વાવી શકાય તે પ્રકારની જમીન અને પર્યાવરણનું સંવર્ધન કરવામાં આવેલ છે આ ઉપરાંત કોલેજ બિલ્ડીંગ સામેના ભાગમાં આવેલી વૃક્ષોની મુખ્ય હાર કે જેની અંદાજિત લંબાઈ ૧૦૦ મીટર જેટલી છે તે હારમાંથી નકામું ઘાંસ અને કચરો દૂર કરી વૃક્ષોના ખામણા કરવામાં આવેલ છે આ ઉપરાંત જુદા જુદા વિસ્તારમાં ફરીને આ રેલી દ્વારા પ્લાસ્ટિકના ઉપયોગને બાધિત કરવા માટે સૂત્રાત્મક નારાઓનો નાદ સાતત્ય પૂર્ણ કરવામાં આવેલ છે જે રેલી યોજાઇ હતી તેનું પ્રસ્થાન પ્રિન્સિપાલ કે.આર. દંગી દ્વારા કરાવવામાં આવ્યું હતું રેલીમાં પ્રોફેસર જે.એમ. કાથડ, પ્રોગ્રામ ઓફિસર પ્રોફેસર આર.કે. વારોતરીયા સહિતના હાજર રહ્યા હતા






Latest News