મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત વાંકાનેરના જોધપર ગામે બે મહિલાઓને દંપતિએ પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબીની પીજી પટેલ કોલેજ ખાતે હિન્દુ યુવા વાહીની અને અન્ય સંગઠનો દ્વારા યુવતીઓ માટે સેલ્ફ ડિફેન્સ, ડ્રગ્સ અવેરનેસ સહિતના મુદ્દે સેમિનાર યોજાયો


SHARE







મોરબીની પીજી પટેલ કોલેજ ખાતે હિન્દુ યુવા વાહીની અને અન્ય સંગઠનો દ્વારા યુવતીઓ માટે સેલ્ફ ડિફેન્સ, ડ્રગ્સ અવેરનેસ સહિતના મુદ્દે સેમિનાર યોજાયો

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ પીજી પટેલ કોલેજ ખાતે સ્ત્રી સુરક્ષા સંગઠન, હિન્દુ યુવા વાહીની સંગઠન, મોરબી લિયો ગ્રુપ અને મોરબી પોલીસ પરિવાર દ્વારા મહિલાઓની અને ખાસ કરીને યુવતીઓની સલામતી અર્થે સ્ત્રી જાગૃતિ, સેલ્ફ ડિફેન્સ, સ્ત્રી સુરક્ષા અને ખાસ કરીને ડ્રગ્સ અવેરનેસ સહિતના મુદ્દાઓની વિશેષ સમજણ આપવા માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં ખાસ કરીને કોલેજમાં અભ્યાસ કરતા યપુવક-યુવતીઓને ઉપરોક્ત બાબતોએ માહિતગાર કરવામાં આવ્યા હતા અને તેની જીવનમાં થતા દુરગામી પરિણામો બાબતે પણ વિશેષ સમજણ આપવામાં આવી હતી અને કાયદાકીય બાબતે પણ પોલીસે માહિતી આપી હતી.

આ કાર્યક્રમમાં સ્ત્રી સુરક્ષા સંગઠનના સંસ્થાપક દેવાંશભાઈ હિરાણી તેમજ મોરબી જિલ્લા પ્રમુખ યશભાઈ પરમાર, હિન્દુ યુવા વાહિનીના મોરબી જિલ્લા અધ્યક્ષ કમલેશભાઇ બોરીચા, એસઓજીના પીએસઆઇ એમ.એસ.અંસારી તેમજ એએસઆઇ રસિકભાઈ કડીવાર તથા લાયન્સ કલબ ઇન્ટરનેશનલના રમેશભાઈ રૂપાલા વિગેરે હાજર રહ્યા હતા.






Latest News