મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબી સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ આયોજકો દ્વારા મોરબી પરશુરામ યુવા ગ્રુપ અને સમસ્ત બ્રહ્મસમાજના આગેવાનોનું સન્માન


SHARE







મોરબી સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ આયોજકો દ્વારા મોરબી પરશુરામ યુવા ગ્રુપ અને સમસ્ત બ્રહ્મસમાજના આગેવાનોનું સન્માન
 
મોરબી પરશુરામ યુવા ગ્રુપ અને મોરબી જીલ્લા સમસ્ત બ્રહ્મ સમાજના આગવેનાઓએ મોરબીના ભવ્ય સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવમાં દર્શન કર્યા હતા જ્યાં આયોજક અરવિંદભાઈ બારૈયા દ્વારા તમામ હોદેદારો નુ સન્માન કરાયું હતું.મોરબીમાં ઠેર ઠેર ગણપતિ મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મોરબી પરશુરામ યુવા ગ્રુપ અને મોરબી જીલ્લા સમસ્ત બ્રહ્મસમાજના આગેવાનો દ્વારા પણ આમંત્રણને માન આપી તમામ ગણપતિ મહોત્સવમાં હાજરી પાઈ આરતી અને પૂજા અર્ચના કરી દર્શનનો લાભ લીધો હતો જેમાં મોરબી સિદ્ધિવિનાયક કા રાજા માં મહા આરતીનો લાભ લઈ દર્શન કર્યા હતા આ ઉપરાંત હાઉસીંગ બોર્ડ કા રાજા , અંબિકા ચોક કા રાજા સહિતના તમામ નાના મોટા ગણપતિ મહોત્સવમાં હાજરી આપી દર્શનનો લાભ મેળવ્યો હતો.
 
આ દર્શન દરમ્યાન મોરબીના ભવ્ય સિદ્ધિવિનાયક કા રાજામાં મોરબી પરશુરામ યુવા ગ્રુપના પ્રમુખ અતુલભાઈ જોશી,મહામંત્રી નયનભાઈ પંડ્યા અને મોરબી જીલ્લા સમસ્ત બ્રહ્મ સમાજની પાંખના મહમંત્રી ચિંતનભાઈ ભટ્ટ અને મોરબી જીલ્લા ભાજપના મંત્રી તેમજ સમસ્ત બ્રહ્મસમાજના મહામંત્રી નીરજભાઈ ભટ્ટ સહિતના બ્રહ્મસમાજના આગેવાનો એ સિદ્ધિવિનાયક કા રાજા, હાઉસીંગ બોર્ડ કા રાજા અને અબિકા ચોક કા રાજા સહિતના મહા આરતી માં લાભ લઈ પૂજા નો લાભ મેળવ્યો હતો. જેમાં સિદ્ધિવિનાયક કા રાજાના આગેવાન અરવિંદભાઈ બારૈયા અને ઓમ બારૈયા દ્વારા તમામ આગેવાનો નું ખેસ પહેરાવી ગણપતિ દાદા નો ફોટો ભેટ આપી સન્મના કર્યું હતું.





Latest News