મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા
Breaking news
Morbi Today

મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા ૪ ઓક્ટોબરે કેન્સર નિદાન કેમ્પ યોજાશે


SHARE







મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા ૪ ઓક્ટોબરે કેન્સર નિદાન કેમ્પ યોજાશે

મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા સ્વ.નલીનભાઈ ધનજીભાઈ છનિયારાના સ્મરણાર્થે તા ૪/૧૦ ના રોજ સવારે ૧૦થી ૪ વાગ્યા સુધી કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને આ કેમ્પ ઝુલતા પુલ નજીક સ્વામિનારાયણ મંદિર પાસે આવેલ મયુર હોસ્પિટલ ખાતે યોજાશે

હાલમાં સ્ત્રીઓમાં ગર્ભાશય અને સ્તન કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે શરમ, સંકોચ અને આર્થિક કારણોસર ઘણી વખત નિદાન કરાવવાનું ટાળતા હોય છે. અને પછી તેના માથા પરિણામ આવે છે ત્યારે જો પ્રાથમિક સ્ટેજમાં કેન્સરની તપાસ કરવામાં આવે અને સારવાર કરવામાં આવે તો ઘણા સારા પરિણામો આવે છે જેથી કરીને સામાન્ય રીતે જે ટેસ્ટની કિંમત રૂપિયા ૫૦૦૦ હોય છે તે ઇન્ડિયન લાયોનેસ ક્લબ મોરબી દ્વારા નીલાબેન છનિયારાના સૌજન્યથી આ કેમ્પમાં નિઃશુલ્ક કરવામાં આવશે. ત્યારે ક્લબ પ્રેસિડેન્ટ મયૂરીબેન કોટેચા દ્વારા મોરબીની બહેનોને કેન્સર જેવા જીવલેણ રોગ સામે અગમચેતી રાખીને કેમ્પનો લાભ લેવા અનુરોધ કરાયો છે. અને આ કેમ્પમાં લાભ લેવા માટે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. અને રજિસ્ટ્રેશન મયૂરીબેન કોટેચા (૯૨૭૫૯૫૧૯૫૪), શોભનાબા ઝાલા (૯૯૭૯૩૨૯૮૩૭), તેમજ તેની ટીમના પ્રીતિબેન દેસાઈ, જ્યોતિબેન વિઠ્ઠલપરા, રંજનાબેન સારડા, મનિષાબેન ગણાત્રા અને નયનાબેન બારાનો સંપર્ક કરીને નામ નોંધાવી શકશે






Latest News