વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે મોરબીમાં ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરના કામ માટે જુદાજુદા ત્રણ રોડને પોણો મહિના સુધી બંધ કરાયા મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા
Breaking news
Morbi Today

મોરબીના ચકમપર ગામે ગોચરની જમીન ઉપર ખડકાયેલા ૧૫ પાકા મકાન અને ખેતીના દબાણ દૂર કર્યો : ૬ કરોડની જમીન દબાણ મુક્ત


SHARE











મોરબીના ચકમપર ગામે ગોચરની જમીન ઉપર ખડકાયેલા ૧૫ પાકા મકાન અને ખેતીના દબાણ દૂર કર્યો : ૬ કરોડની જમીન દબાણ મુક્ત

મોરબી તાલુકાના ચકમપર ગામે ગોચરની જમીન ઉપર દબાણ કરવામાં આવ્યું હતું જેથી કરીને સ્થાનિક લેવલે વારંવાર અરજી કરવામાં આવી હતી તેમ છતાં પણ દબાણને દૂર કરવા માટેની કામગીરી કરવામાં આવી ન હતી જોકે ગામના માજી સરપંચ દ્વારા અગાઉ કોર્ટમાં પીએલઆઇ કરવામાં આવી હતી જેના હુકમની હાલમાં તંત્ર દ્વારા અમલવારી કરવામાં આવી રહી છે અને તેના ભાગરૂપે ચકમપર ગામે ગોચરની જમીન ઉપર ખડકાઈ ગયેલા ૧૫ પાકા મકાનો તથા ખેતીનું જે દબાણ હતું તે દૂર કરીને અંદાજે બજાર કિંમત મુજબ ૬ કરોડ રૂપિયાની જમીનને દબાણ મુક્ત કરવામાં આવી છે.

મોરબી જિલ્લાના જુદા વિસ્તારોની અંદર ગ્રામ્ય વિસ્તારમાં ગોચરની જમીન અને સરકારી જમીન ઉપર મોટા પ્રમાણમાં દબાણો થઈ ગયેલા છે ત્યારે જો વાત કરીએ તો મોરબી તાલુકાના ચકમપર ગામે ગોચરની જમીન ઉપર છેલ્લા ઘણા વર્ષોથી રહેણાંક મકાન તથા ખેતીનું દબાણ કરવામાં આવ્યું હતું જે દબાણ દૂર કરવા માટે વર્ષ ૨૦૧૯ થી સ્થાનિક કચેરીઓમાં અરજીઓ કરવામાં આવતી હતી પરંતુ કોઈ કામગીરી કરવામાં આવતી ન હતી જેથી કરીને આ અંગે ગામના માજી સરપંચ પરસોતમભાઈ કાલરીયા દ્વારા હાઇકોર્ટમાં પીએલઆઇ દાખલ કરવામાં આવી હતી અને તેમાં ગોચરની જમીન ઉપર થયેલા દબાણ અને દૂર કરવા માટે થઈને હુકમ કરવામાં આવ્યો હતો જો કે તેની અમલવારી કરવામાં આવતી ન હોવાથી કોર્ટ ઓફ કન્ટેન્ટ કરવામાં આવી ત્યારબાદ વિકાસ કમિશનરમાંથી આદેશ આવ્યો હતો જેના આધારે મોરબી જિલ્લાના ડીડીઓ દિગ્વિજયસિંહ જાડેજા ની સુચનાથી મોરબી તાલુકાના ટીડીઓ અને સમગ્ર ટીમ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે આજે બે જેસીબીના કામે લગાડીને ચકમપર ગામે ગોચરની જમીન ઉપર થયેલા દબાણને દૂર કરવા માટેની કામગીરી ચાલુ વરસાદે શરૂ કરવામાં આવી હતી અને ૧૫ જેટલા પાકા મકાનના બાંધકામો તેમજ ખેતીની જમીન ઉપર થયેલ દબાણને હટાવવામાં આવ્યા છે અત્રે ઉલેખનીય છે કે, ચકમપર ગામે અંદાજે આઠ હેક્ટર જેટલી જમીન ઉપર દબાણ કરવામાં આવ્યું છે તે દબાણ દૂર કરવામાં આવતા બજાર કિંમત મુજબ અંદાજે છ કરોડ રૂપિયાની ગોચરની જમીન દબાણ મુક્ત થઈ રહી છે તેવું અધિકારી સૂત્ર પાસેથી જાણવા મળી રહ્યું છે.






Latest News