મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

ટંકારામાં ડીવાયએસપીએ હૈયાધારણા આપતાં લવ જેહાદ સામેનું ગામ બંધનું આંદોલન હાલ પુરતુ મૌકૂફ


SHARE







ટંકારામાં ડીવાયએસપીએ હૈયાધારણા આપતાં લવ જેહાદ સામેનું ગામ બંધનું આંદોલન હાલ પુરતુ મૌકૂફ

ટંકારામાં કથિત લવ જેહાદની ઘટના સામે આવી છે હિન્દુ યુવતીને વિધર્મી ઇસમ ઉઠાવી ગયો હોવાના બનાવ બનેલ છે અને તેમાં ઊંડી તપાસ કરવામાં આવતા અને હિન્દુ સંગઠનોએ કરેલી ઉંડી તપાસમાં ૩૦૦ થી વધુ હિન્દુ દીકરીઓને પ્રેમ જાળમાં ફસાવી હેરાન કરવામાં આવતી હોવાનું સામે આવી રહ્યું હોય આ કથિત લવ જેહાદની ઘટનાના પગલે હિન્દુ સંગઠનો અને ટંકારાના આગેવાનો દ્વારા ટંકારા બંધનું એલાન આપીને રેલી-આવેદન આપવા માટે જાહેર કરવામાં આવ્યું હતું.જેના પગલે તાત્કાલિક પોલીસ દોડતી થઈ ગઈ હતી અને ડીવાયએસપીની અધ્યક્ષતામાં ટંકારા ખાતે બેઠક યોજવામાં આવી હતી.જેમાં ટંકારાના આગેવાનો તથા હિન્દુ સંગઠનોના આગેવાનોને ડિવાયએસપીએ આપેલી ખાત્રીના લીધે હાલ હિંદુ સંગઠનોએ રેલી-આવેદન અને ટંકારા બંધનું એલાન હાલ પૂરતું મૌકુફ રાખ્યું છે અને યોગ્ય પગલા ભરવામાં આવે તેવી રજૂઆત પણ સામે પક્ષેથી કરવામાં આવી છે.


ટંકારામાં લવ જેહાદની ઘટના સામે ભારે ઉગ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે અને હિન્દૂ સંગઠનો દ્વારા આજે સોમવારે લવ જેહાદ સામે જંગી રેલી યોજીને આવેદનપત્ર આપવા તેમજ ટંકારાને સજ્જડ બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું હતું.જેના સમગ્ર જીલ્લામાં ઘેરા પડઘા પડ્યા હોવાથી તાત્કાલીક ડીવાયએસપીની હાજરીમાં ટંકારા પોલીસ મથક ખાતે બેઠક યોજવામાં આવી હતી.જેમાં ડીવાયએસપી દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવશે અને તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાત્રી આપવામાં આવી હતી જેના પગલે આજ સોમવારનું ટંકારા બંધનું આંદોલન હાલ મૌકુફ રાખવામાં આવ્યું છે.જો પોલીસ દ્વારા આ દિશામાં નક્કર કાર્યવાહી નહિં કરવામાં આવે તો આગામી દિવસોમાં આ બાબત ઉગ્ર બને તો નવાઈ નહીં.






Latest News