મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીની શિવ પાર્ક સોસાયટીના રહેણાંક મકાનમાં જુગાર રમતા સાત શખ્સો ઝડપાયા: ૩૫,૬૦૦ નો મુદ્દામાલ કબ્જે


SHARE











મોરબીની શિવ પાર્ક સોસાયટીના રહેણાંક મકાનમાં જુગાર રમતા સાત શખ્સો ઝડપાયા: ૩૫,૬૦૦ નો મુદ્દામાલ કબ્જે

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ શિવ પાર્ક સોસાયટીમાં રહેતા શખ્સના ઘરની અંદર જુગાર રમતા હોવા અંગેની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગની રેડ કરી હતી ત્યારે ઘરધણી સહિત કુલ મળીને સાત શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી ૩૫,૬૦૦ ની રોકડ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની જાણવા મળતી વિગત મુજબ મોરબી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ શિવ પાર્ક સોસાયટીમાં મહાદેવ મંદિર નજીક રહેતા હરપાલસિંહ જીલુભા ઝાલાના ઘરની અંદર જુગાર રમતા હોવા અંગેની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે ઘરધણી હરપાલસિંહ જીલુભા ઝાલા (૪૪), દિવ્યરાજસિંહ વિક્રમસિંહ જાડેજા (૩૧) જયેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા (૩૧) અનિલભાઈ મગનભાઈ કડીવાર (૪૯), અનિલભાઈ કુંવરજીભાઈ મુંજારીયા (૫૧) વિરલભાઈ વિભાભાઈ મેવાડા (૩૯) અને મહેન્દ્રગીરી ખુશાલગીરી ગોસ્વામી (૪૨) રહે બધા મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે ૩૫,૬૦૦ ની રોકડ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બાઈક ની ચોરી

હળવદ તાલુકાના ચરાડવા ગામે ગોપાલનગરમાં રહેતા મનસુખભાઈ હરજીભાઈ સોનગ્રા જાતે દલવાડી (૪૧)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે હળવદમાં આવેલ માર્કેટયાર્ડ ખાતે તેણે પોતાનું બાઈક નંબર જીજે ૩૬ પી ૪૨૪૬ પાર્ક કરીને મૂક્યું હતું જે ૫૦,૦૦૦ રૂપિયાના બાઇકની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News