મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા સરકારી માધ્ય. અને ઉ.માધ્ય. શિક્ષક સંઘ દ્વારા પડતર પ્રશ્નો ન ઉકેલતા વિરોધ


SHARE







મોરબી જિલ્લા સરકારી માધ્ય. અને ઉ.માધ્ય. શિક્ષક સંઘ દ્વારા પડતર પ્રશ્નો ન ઉકેલતા વિરોધ

ગુજરાત સંયુક્ત કર્મચારી મોરચા સાથે જોડાયેલ મોરબી જિલ્લા માધ્ય. અને ઉ.માધ્ય. સરકારી શિક્ષક સંઘ તેમજ મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારો જેમા જીલ્લા માધ્ય. અને ઉ.માધ્ય. શિક્ષક સંઘના પ્રમુખ મેહુલ એચ. દેથરિયા, મહામંત્રી દર્શન ઓ.પટેલ, રાજય સંઘના અધ્યક્ષ દિવ્યરાજસિંહ જાડેજા, જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિનેશભાઇ હુંબલ, તાલુકાના હોદેદારો તેમજ બહોળી સંખ્યામાં આવેલ શિક્ષક ભાઈઓ તથા બહેનો દ્વારા જિલ્લાના અલગ અલગ સ્થળોએ જેમા મોરબી કલેકટર કચેરી, હળવદ મામલતદાર કચેરી, વાંકાનેર તાલુકા પંચાયત કચેરીએ મીણબત્તી પ્રગટાવીને કર્મચારીઓના ઓપીએસ તેમજ અન્ય જુના પ્રશ્નો સરકાર સુધી પહોચાડવ યોગ્ય નિર્ણય કરવા સુત્રોચાર કર્યા હતા.






Latest News