મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત હળવદના કાવડિયા અને ટંકારાના છતર ગામે જુગારની 3 રેડમાં 16 શખ્સો પકડાયા મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના ચાંચાપર ગામે ૪૨૦૦ ચો.મી. જમીન ઉપર કરાયેલ દબાણ હટાવ્યું


SHARE







મોરબીના ચાંચાપર ગામે ૪૨૦૦ ચો.મી. જમીન ઉપર કરાયેલ દબાણ હટાવ્યું

મોરબી તાલુકાના ચાંચાપર ગામે ૧૦૦ ચો.વાર ના પ્લોટના લાભાર્થીઓ માટે ગામતળ નીમ કરવા માટે દરખાસ્ત કરેલ હતી જો કે, ત્યે જમીન ઉપર દબાણ હતું તેને જિલ્લા વિકાસ અધિકારીના માગ્દર્શન હેઠળ દૂર કરવામાં આવેલ છે

મોરબી તાલુકાના ચાંચાપર ગામે જિલ્લા વિકાસ અધિકારી દિગ્વિજયસિંહ જાડેજાના માગ્દર્શન હેઠળ દબાણ દુર કરવામાં આવ્યું હતું ત્યારે મહેસુલ વિભાગના નાયબ મામલતદાર (દબાણ), રેવન્યુ તલાટી, જિલ્લા પંચાયત તળેના તલાટી કમ મંત્રી, ચાંચાપર ગામના સરપંચ અને ઉપસરપંચની ટીમ દ્વારા ચાંચાપર ગામે ઘર વિહોણા લાભાર્થીઓ માટે સ.નં.૨૯ પૈકી મા ૧૦૦ ચો.વાર ના પ્લોટના લાભાર્થીઓ માટે ગામતળ નીમ કરવા માટે દરખાસ્ત કરેલ હતી અને સવાલવાળી જમીનની બાજુની જમીનમા સ.નં.૮ પૈકીના ખાતેદાર ત્રિભોવનભાઇ મોરભાઇ પટેલ તથા અલ્પેશભાઇ ભુદરભાઇ હોથી દ્વારા લિમ્બુના ઝાડનું વાવેતર, આગળની બાજુ ફેંસીંગ તેમજ પાછળની બાજુ પાકી દિવાલ કરીને આશરે ૪૨૦૦ ચો.મી.નુ દબાણ કરલે હતું જે દબાણ દુર કરવામા આવેલ છે અને જિલ્લા વિકાસ અધિકારી દિગ્વિજયસિંહ જાડેજાના જણાવ્યા મુજબ આ જગ્યામાં ટુંક સમયમાં ૧૦૦ ચો.વાર માટે લાયકાત ધરાવતા ઘર વિહોણા લાભાર્થીઓ માટે પ્લોટ ફાળવવાની કામગીરી હાથ ધરવામા આવશે.






Latest News