મોરબીમાં ભાજપના આગેવાન સામે નોંધાયેલ દુષ્કર્મના ગુનામાં સાયન્ટિફિક-સયોગિક પુરાવાઓ એકત્રિત કરવા તજવીજ ચાલુ: જે.એમ.આલ મોરબીમાં મહિલા પાસેથી ઉઘરાણા કરનારા રોજમદાર કર્મચારી સામે જો પુરાવા મળે તો એસીબીની ફરિયાદ થશે: કમિશનર  સંગિતા રૈયાણી મોરબીના ખારચીયા ગામ નજીક બાઇક સ્લીપ થતાં રાજકોટ ખસેડાયેલા યુવાનનું સારવારમાં મોત મોરબીમાં દારૂની ત્રણ રેડમાં 15 બોટલ દારૂ પકડાયો, જેતપર ગામે મારા મારીમાં ત્રણને ઈજા: બે વર્ષની બાળકી દાઝી ગઈ મોરબીમાં બોક્સના બાકી બિલનું પેમેન્ટ નહીં કરતાં કારખાનેદારોને સપ્લાઈ બંધ કરવા પેકજિંગ એસો.નો નિર્ણય મોરબીમાં ત્રિકોણ બાગ પાસે સતત 21 માં વર્ષે ઘર ગણેશઉત્સવનું આયોજન મોરબીના રફાળેશ્વર ગામે આવેલ આદર્શ નિવાસી શાળામાં પાણીની વ્યવસ્થા કરવા ભાજપના આગેવાને મુખ્યમંત્રીને કરી રજૂઆત મોરબી મહાપાલિકામાં સમાવેશ કરાયેલ ગામડા અને સોસાયટીમાં વધારે ટેકસ લેવામાં આવતો હોવાની ફરિયાદ
Breaking news
Morbi Today

ટંકારાના સજનપર ગામે શાળા ઇવીએમ એપથી બાળ સંસદ ચૂંટણી યોજાઇ


SHARE







ટંકારાના સજનપર ગામે શાળા ઇવીએમ એપથી બાળ સંસદ ચૂંટણી યોજાઇ

મોરબીના ટંકારા તાલુકાની શ્રી સજનપર પ્રા. શાળામાં બાળ સંસદ-૨૦૨૩ ની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં અભ્યાસના ભાગરૂપે બાળકો જુદી જુદી ચૂંટણી પ્રક્રિયાથી માહિતગાર થાય એવા હેતુથી સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનું પ્રેક્ટિકલ માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.આપણા દેશમાં યોજાતી જુદી જુદી ચૂંટણીઓ જેવી કે ગ્રામ પંચાયત, તાલુકા-જિલ્લા પંચાયત, વિધાનસભા અને લોકસભાની ચૂંટણી પ્રક્રિયા કઈ રીતે થાય છે કઈ રીતે પ્રજા પોતાના પ્રતિનિધિને ચૂંટે છે તેની સમગ્ર માહિતી શાળા કક્ષાએ લાઈવ ચૂંટણી ગોઠવી સમજાવવામાં આવ્યું. આ બાળ સાંસદની ચૂંટણીમાં ધો.૬ થી ૮ ના બાળકોમાંથી ઉમેદવારો પસંદ કરી ખાસ ઇવીએમ એપના ઉપયોગથી બધા બાળકોએ મતદાન કર્યું જેથી ઇવીએમના ઉપયોગની બાળકોને સમજૂતી મળી રહે.બાળકોએ પોતે જ ચૂંટણી ફરજ પરના કર્મચારી તરીકે કામ કર્યું.સમગ્ર કાર્યક્રમમાં બધા બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયથી વાકેફ થયા હતા.સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના શિક્ષિકા બહેન ભારતીબેન પી.દેત્રોજાએ કર્યું હતું અને તમામ શિક્ષકોએ તેમને સહકાર આપેલ. શ્રેષ્ઠ આયોજન બદલ શાળાના આચાર્ય અલ્પેશભાઈ પુજારાએ સમગ્ર સ્ટાફને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.




Latest News