મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા
Breaking news
Morbi Today

ભાજપની પસંદગી પુર્ણ: મોરબી જીલ્લા પંચાયતના પ્રમુખ પદે હંસાબેન પારઘી, ઉપપ્રમુખ પદે હીરાભાઈ ટમારીયા અને કારોબારી સમિતિના અધ્યક્ષ તરીકે પ્રવીણભાઈ સોનાગ્રા


SHARE







ભાજપની પસંદગી પુર્ણ: મોરબી જીલ્લા પંચાયતના પ્રમુખ પદે હંસાબેન પારઘી, ઉપપ્રમુખ પદે હીરાભાઈ ટમારીયા અને કારોબારી સમિતિના અધ્યક્ષ તરીકે પ્રવીણભાઈ સોનાગ્રા

મોરબી જિલ્લા પંચાયતમાં ભાજપની સત્તા આવ્યા પછી હવેના અઢી વર્ષ માટે હોદેદારોની પસંદગી કરવામાં આવેલ છે.મોરબી જીલ્લા પંચાયતના પ્રમુખ પદે હંસાબેન પારઘી, ઉપપ્રમુખ પદે હીરાભાઈ ટમારીયા અને કારોબારી સમિતિના અધ્યક્ષ તરીકે પ્રવીણભાઈ સોનાગ્રાની પસંદગી કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.


મોરબી જિલ્લા પંચાયતમાં જુદીજુદી સમિતિઓની આગામી અઢી વર્ષ માટે રચના કરવામાં આવનાર છે.તેમજ વિવિધ સમિતિના ચેરમેન નક્કી કરવામાં આવ્યા છે.જેમાં મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનની નવી ટર્મ માટેના હોદ્દેદારોની પસંદગી કરી લેવામાં આવી છે.જેમાં મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ પદે હંસાબેન જેઠાભાઈ પારઘી, ઉપપ્રમુખ પદે હીરાભાઈ ટમારીયા (બાઘુભાઇ) અને કારોબારી સમિતિના અધ્યક્ષ તરીકે પ્રવીણભાઈ સોનાગ્રાની પસંદગી કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. તેઓ આવતીકાલે યોજાનાર પ્રમુખ અને ઉપપ્રમુખના પદ માટેની ચૂંટણીના આજે ઉમેદવારી પત્ર ભરશે અને કાલે સામાન્ય સભાની બેઠક યોજાશે જેમા ચૂંટણી યોજાશે.






Latest News