મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના ત્રિલોકધામ મંદિરે આવતી કાલે મહાઆરતી, હિતમ્ ચેરીટેબલ ટ્રસ્ટ અને નીમા દ્વારા કાલે નિઃશુલ્ક સુવર્ણપ્રાશન કેમ્પનું આયોજન


SHARE







મોરબીના ત્રિલોકધામ મંદિરે આવતી કાલે મહાઆરતી, હિતમ્ ચેરીટેબલ ટ્રસ્ટ અને નીમા દ્વારા કાલે નિઃશુલ્ક સુવર્ણપ્રાશન કેમ્પનું આયોજન

મોરબીના નવલખી રોડ ઉપર આવેલા કુબેરનગર વિસ્તારમાં શ્રી ત્રિલોકધામ મંદિર ખાતે આવતીકાલ તા.૧૧ ને સોમવારના સાંજે ૬:૩૦ કલાકે મહા આરતીનું આયોજન મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ છે જેનો લાભ લેવા સર્વેને યાદીમાં જણાવ્યું છે.તા.૧૧-૯ ને સોમવારના રોજ સાંજે ૬:૩૦ કલાકે શ્રી ત્રિલોકધામ મંદિરને દીવડાઓથી શણગારીને ભવ્યાતી ભવ્ય મહાઆરતી અને દર્શનનો કાર્યક્રમ યોજવામાં આવેલ છે.જેનો મોરબીની ધર્મપ્રેમી જનતાને લાભ લેવા ભાવભર્યું જાહેર આમત્રણ મંદિર તરફથી પાઠવવામાં આવેલ છે.જેથી જાહેર જનતાને શ્રી ત્રિલોકધામ સેવા આશ્રમ ટ્રસ્ટ દ્વારા સૌને હૃદયપૂર્વક જાહેર આમંત્રણ છે.જેમાં શરણાઇ, ઢોલ-ત્રાસા, નગારા, જેવા વાજિંત્રો દ્વારા સોમવારે સાંજે ૬:૩૦ કલાકે મહાઆરતી યોજવામાં આવશે.તેમ શ્રી ત્રિલોકધામ સેવા આશ્રમ ટ્રસ્ટ વતી પ્રશાંતભાઇ મહેતાએ યાદીમાં જણાવેલ છે.

હિતમ્ ચેરીટેબલ ટ્રસ્ટ અને નીમા દ્વારા આવતીકાલે નિઃશુલ્ક સુવર્ણપ્રાશન કેમ્પનું આયોજન

મોરબીમાં સ્વ.ઉષાબેન રવિચંદ જેસ્વાણીનાં સ્મરણાર્થે અહીંના હિતમ્ ચેરીટેબલ ટ્રસ્ટ અને નીમા-મોરબી દ્રારા આવતીકાલે તા.૧૧-૯ ને સોમવારે નિઃશુલ્ક સુવર્ણપ્રાશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.જેમા ૦ થી ૧૨ વર્ષ સુધીના બાળકોના શારીરિક-માનસિક વિકાસ માટે સુવર્ણપ્રાશનના ટીપા પીવડાવવામાં આવશે.તા.૧૧-૯ ને સોમવારે સવારે ૯ થી સાંજે ૬.૩૦ સુધી મહેશ્વરી હોસ્પિટલ, રાજા મેડીકલની બાજુમાં, સાવસર પ્લોટ મેઈન રોડ ખાતે વિનામૂલ્યે સુવર્ણપ્રાશન કેમ્પ યોજાશે.જેમાં નિષ્ણાંત તબીબ ડો.હાર્દિક જેસ્વાણી સેવા આપશે.જન્મથી ૧૨ વર્ષ સુધીનાં બાળકને આ ટીપા પીવડાવી શકાય છે. સુવર્ણપ્રાશનનાં ટીપા દરરોજ પિવડાવવાથી બાળકનું સ્વાસ્થ્ય જળવાઈ રહે છે. હિતમ્ ચેરીટેબલ ટ્રસ્ટ અને નીમા-મોરબી દ્રારા આગામી સમયમાં પણ આ પ્રકારના કેમ્પોનું આયોજન કરવામાં આવશે તેમ હિતમ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી સાગર રવિચંદ જેસ્વાણીએ યાદીમાં જણાવેલ છે.






Latest News