મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના ઉંચી માંડલ નજીક સગીર સહિત બેનાં મોત નિપજાવનાર ટ્રક ચાલકની ધરપકડ


SHARE







મોરબીના ઉંચી માંડલ નજીક સગીર સહિત બેનાં મોત નિપજાવનાર ટ્રક ચાલકની ધરપકડ

મોરબીના ઉંચી માંડલથી તળાવિયા શનાળા જવાના રસ્તે રસ્તો ઓળંગી રહેલા ત્રણ યુવાનોને ટ્રક ચાલકે હડફેટે લેતા એક સગીર સહિત બે વ્યક્તિને ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને એક ઇજાગ્રસ્તને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો જેની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે આરોપી ટ્રક ચાલકની ધરપકડ કરેલ છે

જાણવા મળતી વિગત મુજબ મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામે રહેતા સુનિલ લાખાભાઈ પ્રસાદીયા (૧૯), નયન રાજેશભાઈ લાંબરીયા (૧૪) અને કરણ ભરતભાઈ લાંબરીયા (૧૫) બાઇક લઈને જતાં હતા ત્યારે બાઈકમાં પંચર પડતા પંચર રીપેર કરાવી ત્રણેય રસ્તો ઓળંગી રહ્યા હતા ત્યારે ટ્રક જીજે ૧૨ એયુ ૮૪૨૭ ના ચાલકે તેને હડફેટે લીધા હતા ત્યારે સુનિલ લાખાભાઈ પ્રસાદીયા (૧૯) અને નયન રાજેશભાઈ લાંબરીયા (૧૪) નું મોત નીપજ્યું હતું. જો કે, કરણ ભરતભાઈ લાંબરીયાને ઈજા થઈ હોવાથી તેને મોરબી સિવિલ હોસ્પિટલે સારવાર માટે લઈને આવ્યા હતા આ બનાવ સંદર્ભે મૃતકના પરિવારજને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલકની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ બનાવની તપાસ કરી રહેલા તાલુકા પોલીસ સ્ટેશનના જે.પી. પટેલ દ્વારા આરોપી ધનસિંગ હિમાસિંગ ડામોર જાતે આદિવાસી (૩૭) રહે. મૂળ કલિદેવી જાંબુઆ એમપી હાલ રહે. સિમોરા સિરામિક નજીક વાળાની ધરપકડ કરેલ છે

માર માર્યો

મોરબીના જેતપર રોડ ઉપર પીપળી ગામ પાસે રહેતા સુજીતભાઈ કિશોરભાઈ ચાંઉ (૨૩) નામના યુવાનને કારખાના નજીક હતો ત્યારે ત્યાં અજાણ્યા ઇસમો દ્વારા માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જે.બી. પરમાર ચલાવી રહ્યા છે

માર માર્યો

મોરબી તાલુકાના વનાળીયા ગામની સીમમાં રહેતા અને મજૂરી કામ કરતા ભાવેશભાઈ ભુપતભાઈ મહીકા (૨૩) નામના યુવાનને હકુભાની વાડીએ હતો ત્યારે ધોકા વડે માર મારવામાં આવતા તેને ઇજા થઈ હતી જેથી કરીને ભાવેશભાઈને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવની વધુ તપાસ અર્જુનસિંહ ઝાલા ચલાવી રહ્યા છે






Latest News