અમારી ગાડી ટોલનાકે ઊભી નહીં રાખવાની: વાંકનેરના વઘાસિયા ટોલનાકાના કર્મચારીને જુદીજુદી બે ગાડીમાં આવેલા 6 શખ્સોએ આપી ધમકી મોરબીના પીપળી ગામ પાસે કારખાનામાંથી અજાણ્યા ચાર શખ્સો 1.75 લાખના કોપર-એલ્યુમિનિયમ વાયરની કરી ચોરી ટંકારા નજીક આઇસર અથડાતાં રિક્ષામાંથી નીચે પટકાયેલ યુવાનને માથામાં ગંભીર ઇજા થવાથી મોત: બાળક સહિત 3 ને ઇજા માળિયાના મોટી બરાર ગામ પાસે ટ્રક-કાર વચ્ચે અકસ્માતમાં એકનું મોત, 4 ને ઇજા: ગુનો નોંધાયો મોરબીમાં ડિવાઇડર કૂદીને ટ્રક કોંગ્રેસનાં આગેવાનની કાર સાથે અથડાયો: કારમાં મોટું નુકશાન, કોઈ જાનહાનિ નહિ મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબીના રંગપરથી સગીરાનું અપહરણ કરનાર મહેસાણાથી ઝડપાયો


SHARE











મોરબીના રંગપરથી સગીરાનું અપહરણ કરનાર મહેસાણાથી ઝડપાયો

મોરબી તાલુકા પોલીસ મથકે ચાર માસ પહેલા નોંધાયેલી અપહરણની ફરીયાદમાં મહેસાણા ખાતેથી ગુનામાં સંડોવાયેલ ઇસમને ચાર માસ બાદ ભોગ બનેલ સગીરાની સાથે ઝડપી પાડી પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી તાલુકા પોલીસ મથક ખાતે ચાર માસ પૂર્વે ભોગ બનેલ સગીરાના પિતા દ્વારા આરોપી કાળુ ગોપાલભાઇ તાહેડીયા સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતુ કે, આરોપી કાળુ તાહેડીયા તેઓની સગીર વયની દિકરીનું રંગપર ગામની સીમમાં આવેલ પાવડીયારી પાસેથી અપહરણ કરી ગયો છે.જેથી તાલુકા પોલીસે કલમ-૩૬૩, ૩૬૬ અને પોકસો એકટ મુજબ ગુનો દાખલ કર્યો હતો. દરમિયાનમાં પોલીસ વિભાગમાં આવેલ એનટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટ વિભાગના પોલીસકર્મી નંદલાલભાઇ વરમોરા તથા ભરતસિંહ ડાભીને ચોક્કસ બાતમી મળી હતી કે, આ કેસનો આરોપી કાળુભાઇ ગોપાલભાઇ તાહેડીયા હાલમાં મહેસાણા જીલ્લાના રાજપુર ગામ ખાતે ઝુંપડપટ્ટી હનુમાન ચોકડી પાસે છે.જેથી એનટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટ પોલીસે મહેસાણા જિલ્લાના રાજપુર ગામ ખાતેથી આરોપી કાળુ તાહેડીયાને હસ્તગત કર્યો હતો અને તેને આગળની તપાસ માટે મોરબી તાલુકા પોલીસ હવાલે કર્યો હતો.આ કામગીરી એનટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટ પોલીસ ટીમના પીઆઇ એન.એ.વસાવા, નંદલાલભાઇ વરમોરા, ફુલીબેન તરાર, ભરતસિંહ ડાભી અને બકુલભાઇ કાસુન્દ્રા સહિતના સહિતના પોલીસકર્મીઓએ કરી હતી.

દાજી જતા સારવારમાં

મોરબી તાલુકા પોલીસના જણાવ્યા પ્રમાણે હળવદ હાઇવે ઉપર ઉંચી માંડલ ગામ પાસે આવેલા શ્યામ ગ્રેનાઈટ નામના કારખાનામાં અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં દાજી ગયેલી હાલતમાં સુરજ શાંતિલાલ સસ્તે નામના છ વર્ષીય બાળકને સારવાર માટે અત્રેની આયુષ હોસ્પિટલે લઈ જવામાં આવ્યો હતો. વધુમાં તાલુકા પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે ગરમ કેમિકલનો પાઇપ તૂટી જતા તેમાં દાઝી જવાથી સૂરજ શાંતિલાલ સસ્તે નામના છ વર્ષીય બાળકને સારવારમાં ખસેડાયો છે.જે બાબતે તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા દ્વારા વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના રહેવાસી ઉમેશભાઈ ગોરાભાઇ પરમાર નામના ૨૫ વર્ષના યુવાનને વાહન અકસ્માતમાં ઇજા થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલે લઈ જવામાં આવ્યો હતો.આ બાબતે વધુમાં તાલુકા પોલીસના જણાવ્યા પ્રમાણે ઉમેશભાઈ પરમાર બાઈક લઈને જતા હતા.ત્યારે આમરણ-જીવાપર રોડ ઉપર તેઓનું બાઇક રસ્તામાં સ્લીપ થઈ જતા ઈજા થયેલ હાલતમાં ૧૦૮ વડે તેમને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.હાલ આ બાબતે તાલુકા પોલીસ મથકના જે.પી. પટેલ વધુ તપાસ ચલાવી રહ્યા છે.






Latest News