મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

વાંકાનેરના કોઠારીયા નજીક વાડીના સેઢા પાસે માલ ઢોરને દૂર લઈ જવાનું કહેતા યુવાનને માર માર્યો


SHARE











વાંકાનેરના કોઠારીયા નજીક વાડીના સેઢા પાસે માલ ઢોરને દૂર લઈ જવાનું કહેતા યુવાનને માર માર્યો

વાંકાનેરના કોઠારીયા ગામથી તીથવા તરફ જવાના રસ્તા ઉપર ખારા વિસ્તાર તરીકે ઓળખાતી યુવાનની વાડીના સેઢા પાસે માલ ઢોર લઈને આવેલા શખ્સને તેના માલ ઢોર દૂર લઈ જવા માટે કહ્યું હતું જે બાબતે ઉશ્કેરાઈ ગયેલા શખ્સે ફરિયાદીને ડાબા પગે ઢીંચણના ભાગે લાકડાના ધોકાના બે ઘા માર્યા હતા અને ઢીકાપાટુનો માર માર્યો હતો જેથી કરીને ઇજાગ્રસ્ત યુવાનને સારવારમાં લઈને આવ્યા હતા અને સારવાર લીધા બાદ હાલમાં તેને એક શખ્સની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામે રહેતા રૂક્મુદિનભાઈ જીવાભાઈ શેરસીયા (૩૮) એ હાલમાં કોઠારીયા ગામે રહેતા જયરાજસિંહ કરણસિંહ ઝાલા જાતે દરબારની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, કોઠારીયા ગામથી તીથવા તરફ જવાના રસ્તા ઉપર ખારા વિસ્તાર તરીકે ઓળખાતા વિસ્તારમાં તેની વાડી આવેલ છે અને તે વાડીએ કામ કરી રહ્યા હતા ત્યારે આરોપી તેના માલ ઢોર લઈને ફરિયાદીની વાડીના સેઢા પાસે આવ્યા હતા ત્યારે તેને વાડીના શેઢા પાસેથી દૂર લઈ જવા માટે થઈને કહ્યું હતું જે આરોપીને સારું નહીં લાગતા તે ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે બોલાચાલી કરીને ફરિયાદી યુવાન સાથે ઝઘડો કર્યો હતો અને ત્યારબાદ તેના હાથમાં રહેલ ધોકા પડે તેને ફરિયાદીને ડાબા પગના ઢીંચણ ઉપર બે ઘા મારીને નળામાં ફ્રેક્ચર જેવી ઇજા કરી હતી તેમજ ઢીકાપાટુનો માર માર્યો હતો. જેથી ઈજાગ્રસ્ત યુવાને સારવાર લીધા બાદ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની વધુ તપાસ વી.ડી. ખાચર ચલાવી રહ્યા છે






Latest News