મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર પાસે માલવાહક વાહનના ચાલકે બાઇકને હડફેટે લેતા અકસ્માત: ગુનો નોંધાયો


SHARE











મોરબીના રફાળેશ્વર પાસે માલવાહક વાહનના ચાલકે બાઇકને હડફેટે લેતા અકસ્માત: ગુનો નોંધાયો

મોરબી નજીકના રફાળેશ્વર ગામથી પાનેલી ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલા મચ્છોનગર ગામ પાસે બાઈકને માલવાહક વાહનના ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં યુવાનને ગંભીર ઇજા થયેલ હતી અને અકસ્માત સર્જીને વાહન ચાલક પોતાનું વાહન સ્થળ ઉપર છોડીને નાશી ગયો હતો જેથી કરીને યુવાને સારવાર લીધા બાદ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના શિયાણી ગામના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના રફાળેશ્વર ગામ પાસે આવેલ મચ્છોનગરમાં પ્રાથમિક શાળાની પાછળના ભાગમાં રહેતા પરસોતમભાઈ દેવજીભાઈ મકવાણા જાતે અનુ. જાતિ (૩૩) એ હલમ વાહન નંબર જીજે ૩૬ ટી ૩૬૬૮ ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, મચ્છોનગર ગામમાં જવાની ગોળાઈ પાસેથી પાટીદાર કટીંગના ડેલા સામેથી તે પોતાનું બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે આરોપીએ તેના વાહને બેફિકરાઈથી ચલાવીને ફરિયાદીના બાઈકને હડફેટે લીધું હતુ અને તે યુવાનને રસ્તા ઉપર નીચે પછાડી દીધો હતો જેથી કરીને તેને ડાબા પગના ઢીંચણના ભાગે તથા ડાબા હાથના પંજામાં ઇજાઓ થઈ હતી અને અકસ્માત સર્જીને વાહન ચાલક પોતાનું વાહન સ્થળ ઉપર છોડીને નાસી ગયો હતો જેથી કરીને ઇજાગ્રસ્ત યુવાનને સારવારમાં લઈને આવ્યા હતા અને સારવાર લીધા પછી અકસ્માત સર્જનાર માલવાહક વાહનના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેને ફરિયાદ નોંધાવેલ છે જેથી પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ એમ.જે. કહાંગરા ચલાવી રહ્યા છે






Latest News