મોરબી: અકસ્માત વળતરના કેશમા ૧૮ લાખનું વળતર અપાવતી કોર્ટ મોરબીની મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા અધિક માસની અમાસ નિમિત્તે ૨૦ માતાઓનું સેવા-સન્માન મોરબીના પીપળી ગામ પાસે કારખાનામાંથી કોપર-એલ્યુમિનિયમ વાયરની ચોરીના ગુનામાં 3 આરોપી પકડાયા, 1.97 લાખનો મુદામાલ કબ્જે: 2 ની શોધખોળ  મોરબીની આયુષ હોસ્પિટલના ડૉ. સત્યજીતસિંહ જાડેજાએ જીવન-મૃત્યુ વચ્ચે ઝઝૂમતા વૃદ્ધને આપ્યું નવજીવન કોરોનાએ છીનવી માતાની છત્રછાયા તો સરકાર બની માવતર: મોરબીની દીકરીને લગ્ન પ્રસંગે મળી બે લાખની આર્થિક સહાય PM CARES for Children: મોરબીના કલેક્ટરે બાળકો સાથે વન-ટુ-વન સંવાદ યોજી આત્મીય માર્ગદર્શન આપ્યું મોરબી જિલ્લાના પૂર્વ મંજૂરી મેળવેલ બાગાયતદાર ખેડૂતોને યોજનાકીય લાભ માટે જરૂરી દસ્તાવેજો રજૂ કરવા ખાનગી કંપનીના વીજ પોલના વળતર મામલે ઉગ્ર બનતા ખેડૂતો: મોરબીના જેતપર ગામે હવે બિન રાજકીય આમરણાંત ઉપવાસ આંદોલનના માંડણ
Breaking news
Morbi Today

મોરબીમાં મહીલા પોલીસકર્મીના ન્યુડ વિડીયો-ફોટો વાઇરલ કરવાના ગુનામાં વધુ એકની ધરપકડ


SHARE











મોરબીમાં મહીલા પોલીસકર્મીના ન્યુડ વિડીયો-ફોટો વાઇરલ કરવાના ગુનામાં વધુ એકની ધરપકડ

મોરબીમાં પોલીસકર્મી યુવતીને કોઇની સાથે ફ્રેન્ડશીપ હોય તે દરમિયાન વિડીયો કોલ દ્વારા યુવતીની જાણ સ્ક્રીન રેકોર્ડિંગ કરીને ન્યુડ વિડિયો અને ફોટોગ્રાફ્સ લઈ લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેને ઇન્સ્ટગ્રામનું ફેક આઈડી બનાવી તેમાં તે ન્યુડ વિડિયો તથા ફોટોગ્રાફ અપલોડ કરીને ભોગ બનેલ મહીલા પોલીસકર્મી સાથે ફ્રેન્ડશીપ ચાલુ રાખવા દબાણ કરવામાં આવ્યું હતું અને ફરિયાદીના કુટુંબને સમાજમાં બદનામ કરવાની ધાક ધમકીઓ આપવામાં આવતી હતી.તે ગુનામાં અગાઉ પોલીસ કર્મચારી સહિત ચાર શખ્સોની બી ડિવિઝન પોલીસે ધરપકડ કરી હતી ત્યાર બાદ વધુ એકની સંડોવણી  ખુલતા ગઇકાલે આ કેસમાં વધુ એકની ધરપકડ કરવામાં આવેલ છે.

આ અંગે વધુમાં જાણવા મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ સોસાયટીમાં રહેતી અને પોલીસ વિભાગમાં ફરજ બજાવતી એક યુવતીને જેની સાથે અગાઉ ફ્રેન્ડશીપ હતી તે શખ્સે વિડીયોકોલથી જ્યારે વાતચીત થતી હતી ત્યારે ભોગ બનેલ યુવતીની જાણ બહાર મોબાઇલનું સ્ક્રીન રેકોર્ડિંગ કરી લીધું હતું.જોકે બાદમાં યુવતી આરોપી સાથે ફ્રેન્ડશીપમાં રહેવા માંગતી ન હોય તે બાબતનું મનદુઃખ રાખીને આરોપી સંદીપ વાસુદેવભાઈ હડિયલ નામના આરોપીએ યુવતીના ન્યુડ વિડિયો અને ફોટોસ વાયરલ કરીને તેમજ આરોપી હરેશભાઈ ઘનશ્યામભાઈ ચૌહાણે ઇન્સ્ટાગ્રામમાં ફેક આઇડી બનાવીને તેમાં યુવતીના ન્યુડ વીડીયો તથા ફોટોગ્રાફ મોકલી પોતાની સાથે ફ્રેન્ડશીપ ચાલુ રાખવા દબાણ કર્યું હતું અને યુવતી તેમજ તેના કુટુંબને સમાજમાં બદનામ કરી નાખવાની ધાક ધમકી આપી હતી.

જેથી યુવતીએ થોડા સમય પહેલી મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સંદીપ વાસુદેવભાઈ હડિયલ અને હરેશભાઈ ઘનશ્યામભાઈ ચૌહાણ (પોલીસ કોન્સ્ટેબલ) રહે.હળવદ સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ કરી હતી અને આ ગુનામાં બી ડિવિઝન પીઆઇ પી.કે.દેકાવાડીયાએ જેતે સમયે હરેશ ઘનશ્યામ ચૌહાણ જાતે દલવાડી અને સંદીપ વાસુદેવ હડીયલ જાતે દલવાડીની ધરપકડ કરી હતી અને ત્યાર બાદ આ શખ્સોએ જેને વિડીયો આપેલ હતો અને તેને વિડીયો શેર કર્યો હતો તેવા બે શખ્સ જેમાં ઉમેશ ઘનશ્યામ સોનગ્રા રહે.ચરાડવા તેમજ મેહુલ ઘનશ્યામ મકવાણા રહે. સાપકડાની ભુમીકા સામે આવતા તે બંનેની આમ આ ગુનામાં કુલ ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી ચુકી છે.આ કેસમાં પોલીસ તપાસ દરમિયાન વધુ એક શખ્સની સંડોવણી ખુલતા મોરબી સીટી બી ડિવિઝન પીઆઈ દેકાવાળિયા દ્વારા આ કેસમાં ચિરાગ હસમુખભાઇ તારબુંદીયા જાતે સતવારા (ઉમર ૨૦) રહે.કણબીપરા ખારીવાળી વિસ્તાર હળવદ જી.મોરબી ની ધરપકડ કરેલ છે.

ઇજાગ્રત મહિલા સારવારમાં

મોરબીના જાંબુડીયા ગામે રહેતા જશુબેન જેઠાભાઈ ડાભી નામની મહિલાને ઈજા થતા અત્રેની ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા મોરબી તાલુકા પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે જશુબેન ડાભી બાઈકમાં બેસીને રફાળેશ્વર મંદિરે આવ્યા હતા અને મંદિરેથી પરત તેઓ પોતાના ઘરે જાંબુડિયા જતા હતા ત્યારે રસ્તામાં રફાળેશ્વર નજીક તેઓ બાઇકમાંથી અકસ્માતે નીચે પડી જતા જમણા પગ અને માથાના ભાગે ઇજા થવાથી તેમને સારવારમાં ખસેડાયા હતા.હાલ આ અકસ્માત અંગે તાલુકા પોલીસ મથકના એમ.જે.કહાંગરા વધુ તપાસ ચલાવી રહ્યા છે.






Latest News