મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા
Breaking news
Morbi Today

હળવદમાં કુદરતી હાજતે ગયેલ યુવાનનું તળવામાં ડૂબી જવાથી મોત


SHARE







હળવદમાં કુદરતી હાજતે ગયેલ યુવાનનું તળવામાં ડૂબી જવાથી મોત

હળવદના રાણેકપર રોડ ઉપર આવેલ પંચામૃત બંગ્લોઝની બાજુમાં તળાવ પાસે આદિવાસી યુવાન કુદરતી હાજતે ગયો હતો ત્યારે કોઈ કારણોસર અકસ્માતે તે તળાવમાં પડી જતાં પાણીમાં ડૂબી જવાના લીધે તેનું મોત નીપજયું હતું અને તેના મૃતદેહને તેનો ભાઈ હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યો હતો અને આ બનાવની તેના દ્વારા હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ એમપીના અલીરાજપુર જિલ્લાના રહેવાસી અને હાલમાં હળવદના રાણેકપર રોડ ઉપર આનંદ બંગલોઝ પાછળ પંચામૃત બંગ્લોઝ પાસે રહેતા કિશનભાઇ ધીસાભાઈ સાપલીયા જાતે આદિવાસી (૨૬) પંચામૃત બંગ્લોઝની પાછળના ભાગમાં આવેલ તળાવ પાસે કુદરતી હાજતે ગયા હતા દરમિયાન અકસ્માતે તે તળાવના પાણીમાં પડી જતા પાણીમાં ડૂબી જવાના કારણે કિશનભાઇ સાપલિયાનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ પાણીમાંથી તેના બોડીને બહાર કાઢીને તેના ભાઈ બાબુભાઈ ભીખાભાઈ સાપલિયા જાતે આદિવાસી (૨૯) રહે હાલ રાણીપર રોડ હળવદ મૂળ રહે એમપી વાળા હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતકના ભાઈ દ્વારા હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

યુવતી સારવારમાં
મોરબી શહેરના વિસ્તારમાં આવેલ રોહીદાસ પરામાં રહેતા ગીતાબેન વિશાલભાઈ કાટીયા જાતે બ્રાહ્મણ (૧૯) નામની યુવતી ઘરે હતી ત્યારે તેને પગના ભાગે કોઈ કારણોસર જનાવર કરડી જતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

માર માર્યો
મોરબી તાલુકાના નવા સાદૂળકા ગામે રહેતા ગીતાબેન પ્રજ્ઞેશભાઈ પરમાર (૪૦) નામની મહિલાને તે પોતાના ઘરે હતી ત્યારે તેના પતિ દ્વારા મારવામાં આવ્યો હતો જેથી કરીને મહિલાને ઈજા થઈ હોવાથી ઇજાગ્રસ્ત હાલતમાં તે મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળ વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ફિરોજભાઈ સુમરા ચલાવી રહ્યા છે






Latest News