મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં પોલીસે ચેકિંગ કરીને ૫૦૦થી વધુ પરપ્રાંતીય શ્રમિકોનો કોમ્પ્યુટરાઇઝ ડેટા તૈયાર કર્યો


SHARE







મોરબીમાં પોલીસે ચેકિંગ કરીને ૫૦૦થી વધુ પરપ્રાંતીય શ્રમિકોનો કોમ્પ્યુટરાઇઝ ડેટા તૈયાર કર્યો

મોરબી જીલ્લામાં લોકોની સલામતીને ધ્યાને રાખીને પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે દરમ્યાન મોરબીના સોની બજારમાં કામ કરતા કારીગરો તથા ઘરઘાટીનું ચેકિંગ કરવામાં આવ્યું હતું અને ત્યાં કામ કરતાં અંદાજે ૫૦૦ થી વધુ લોકોનો કોમ્પ્યુટરાઇઝ ડેટા બનાવવામાં આવેલ છે જે ભવિષ્યમાં કોઈ પણ ઘટના બને તો આરોપી સુધી પહોચવા માટે ઉપયોગી બનશે

મોરબીની આસપાસમાં કારખાનામાં અને ખેતીમાં રોજગારી માટે ઘણા લોકો આવે છે તેવી જ રીતે સોની કામ માટે અને ઘરઘાટીના કામ માટે પણ મોટા પ્રમાણમા શ્રમિકો આવતા હોય છે ત્યારે મોરબી શહેર અને જિલ્લાના લોકોની સલામતીને ધ્યાને રાખીને મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીને ચેકિંગ માટેની સૂચના આપી હતી જેથી કરીને નાયબ પોલીસ અધિક્ષક પી.એ. ઝાલાના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લા એસ.ઓ.જી., એલ.સી.બી. તથા સ્થાનીક પોલીસની ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને ત્રણ દિવસમાં સોની બજાર, લાતી પ્લોટ સહિતના વિસ્તારો કે જ્યાં બહારથી આવેલા કારીગરો, મજુરો તથા ઘરઘાટી કામ કરી રહ્યા છે ત્યાં ચેકિંગ કરવામાં આવ્યું હતું ત્યારે મોરબી સોની બજારમાં કામ કરતા ૨૭૦ જેટલા લોકોની આધારકાર્ડ, રહેણાંકની વિગતો તથા મોબાઇલ નંબર મેળવ્યા હતા અને તમામ વિગતોને કોમ્પ્યુટરાઇઝ કરવામાં આવેલ છે જેથી કરીને ચોરી, લૂંટ, છેતરપિંડી, સોનું લઈને ભાગી જવાની ઘટના સહિતની ઘટના બનતી અટકશે અને જો બનશે તો તેના ઉપર તૂતજ આરોપી સુધી પહોચી શકાશે એટીઆર ઉલેખનીય છે કે, આ ચેકિંગ દરમ્યાન કેટલાક સોની વેપારીના સી.સી.ટી.વી. કેમેરા બંધ હોય કે પછી ન હોય તો તેને કેમેરા ચાલુ કરવા માટેની સૂચના આપવામાં આવેલ છે






Latest News