મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ મોરબીમાં સામુ શુ કામ જુએ છે તેવું કહીને યુવાનને માથામાં ઈંટના 3 ઘા માર્યા: 3 સામે ફરિયાદ મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના ખાખરેચીમાં વરલી જુગારના આંકડા લેતા બે શખ્સ પકડાયા: વાંકાનેરમાં દારૂની એક બોટલ સાથે બે પકડાયા


SHARE







માળીયા (મી)ના ખાખરેચીમાં વરલી જુગારના આંકડા લેતા બે શખ્સ પકડાયા: વાંકાનેરમાં દારૂની એક બોટલ સાથે બે પકડાયા

માળીયા મીયાણા તાલુકાના ખાખરેચી ગામે ઉગમણા જાપા પાસે મેઇન બજારમાં વરલી જુગારની રેડ કરી હતી ત્યારે વરલી જુગારના આંકડા લેતા બે શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસે ૧૫,૨૦૦ ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને માળીયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ માળીયા મીયાણા તાલુકાના ખાખરેચી ગામે ઉગમણા જાપા પાસે મેઇન બજારમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની એલસીબીની ટીમને હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ભરતભાઈ ઉર્ફે પકો નાનજીભાઈ સીસણોદા જાતે કોળી (૪૦) રહે. ખાખરેચી તથા પિયુષભાઈ ઉર્ફે નાગરાજ લાલજીભાઈ વિઠલાપરા જાતે પટેલ (૩૯) રહે.  ખાખરેચી વાળા વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૧૫,૨૦૦ ની રોકડ કબજે કરી હતી અને તેની સામે માળિયાની તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

એક બોટલ દારૂ

વાંકાનેરમાં રેલ્વે સ્ટેશન રોડ મિલ પ્લોટ સહકારી મંડળી પાસેથી એક્સેસ સ્કૂટર નં જીજે ૫ એચઇ ૮૦૮૦ પસાર થઈ રહ્યું હતું ત્યારે તે સ્કૂટર ઉપર જઈ રહેલા બે શખ્સોને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હોય પોલીસે ૩૭૫ ની કિંમતની દારૂની બોટલ ૫૦૦૦ ની કિંમતનો મોબાઈલ અને ૧૦,૦૦૦ ની કિંમતનું સ્કૂટર આમ ફુલ મળીને ૧૫,૩૭૫ ના મુદ્દામાલ સાથે નિલેશભાઈ ઉર્ફે લચકો પીતાંબરભાઈ સોલંકી (૨૫) રહે. મિલ પ્લોટ નવજીવન સોસાયટી પાણીના ટાંકાવાળા વાળી શેરી વાંકાનેર તથા નરેન્દ્રભાઈ રમેશભાઈ મકવાણા (૨૩) રહે. હસનપર શક્તિપરા પાણીના ટાંકાની બાજુમાં વાંકાનેર વાળાની ધરપકડ કરેલ છે અને આ બંને શખ્સો ઇમરાનભાઈ અબ્દુલભાઈ જેડા રહે. મિલ પ્લોટ સહકારી મંડળી વાળી શેરી વાંકાનેર વાળા પાસેથી દારૂ લઈને આવ્યા હોવાની હકીકત સામે આવતા તેની સામે પણ ગુનો નોંધી તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરેલ છે






Latest News