મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત હળવદના કાવડિયા અને ટંકારાના છતર ગામે જુગારની 3 રેડમાં 16 શખ્સો પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના વાવડી રોડે બે સીએનજી રિક્ષા વચ્ચે અકસ્માત: એક યુવાનનું મોત


SHARE







મોરબીના વાવડી રોડે બે સીએનજી રિક્ષા વચ્ચે અકસ્માત: એક યુવાનનું મોત

મોરબીના વાવડી રોડે ન્યારાના પેટ્રોલ પંપ પાસે સીએનજી રીક્ષા સાથે બીજી સીએનજી રીક્ષા અથડાઈ હતી જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને ત્યારે એક રીક્ષા ચાલકને ગંભીર ઈજા થઈ હોવાથી તેનું મોત નીપજયું હતું હાલમાં મૃતક યુવાનના ભાઈ દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત સર્જનાર રીક્ષાના ચાલક સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના જોન્સનગર શેરી નં-૧૧ માં રહેતા સુનિલભાઈ હકાભાઇ પરમાર જાતે રાવળદેવ (૨૫) એ સીએનજી ઓટો રીક્ષા નંબર જીજે ૩૬ યુ ૭૮૭૧ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે, મોરબીના વાવડી રોડ ઉપર ન્યારાના પેટ્રોલ પંપથી આગળના ભાગમાં તેનો ભાઈ સચિન હકાભાઇ પરમાર જાતે રાવળદેવ (૨૩) પોતાની સીએનજી રીક્ષા જીજે ૩૬ ટી ૨૧૬૮ લઈને જઈ રહ્યો હતો ત્યારે આરોપીએ ગફલત ભરી રીતે પોતાની રીક્ષા ચલાવીને તેના નાના ભાઈની રીક્ષાને ટક્કર મારી હતી અને અકસ્માત સર્જ્યો હતો ત્યારે ફરિયાદીનો ભાઈ નીચે પડી જતા તેને શરીરે ગંભીર ઈજા થઈ હતી જેથી તેનું મોત નીપજ્યું હતું અને હાલમાં મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અકસ્માત સર્જનાર રીક્ષા ચાલકની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News