મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

વાંકાનેરના રાતાવિરડામાં જુગારની રેડ: બે જુગારી પકડાયા, પાંચ ફરાર


SHARE







વાંકાનેરના રાતાવિરડામાં જુગારની રેડ: બે જુગારી પકડાયા, પાંચ ફરાર

વાંકાનેર નજીક આવેલ રાતાવિરડા ગામે ચબૂતરા પાસે જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી અને ત્યારે જુગારીઓમાં નાશ ભાગ મચી ગઈ હતી જો કે, સ્થળ ઉપરથી બે જુગારીઓને ઝડપી લેવામાં આવ્યા હતા અને પાંચ જુગારી નાસી ગયા હોય તેને પકડવા માટે પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી છે અને હાલમાં જે આરોપી પકડાયા હતા તેની પાસેથી પોલીસે રોકડા રૂપિયા અને મોબાઈલ ફોન મળીને કુલ ૧૫૨૫૦ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને આ ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામે ચબૂતરા પાસે જુગાર રમતા હોવાની વાંકાનેર તાલુકા પોલીસની ટીમને બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગની રેડ કરી હતી ત્યારે જુગારીઓમાં નાશ ભાગ પહોંચી ગઈ હતી જોકે પોલીસ દ્વારા સ્થળ ઉપરથી જુગાર રમતા રસિકભાઈ જીવણભાઈ ઉકેડીયા (૩૨) અને ભુપતભાઈ રણછોડભાઈ રીબડીયા (૩૨) રહે. બંને રાતાવીરડા વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી ૧૦૨૫૦ ની રોકડ તથા ૫૦૦૦ નો એક ફોન આમ કુલ મળીને ૧૫૨૫૦ નો મુદામાલ કબજે કરેલ છે જોકે, નાસી ગયેલા પાંચ જુગારીઓમાં ગોપાલ નારુભાઈ કોળી, દેવાભાઈ રામસીભાઈ કોળી, ગાંડુભાઇ લાભુભાઈ કોળી, જગદીશભાઈ મોમભાઈ ભરવાડ અને અનિલભાઈ પરસોતમભાઈ કોળીનો સમાવેશ થાય છે અને આ તમામ રાતાવિરડા ગામના રહેવાસી હોય તેની સામે ગુનો નોંધીને પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મહિલા સારવારમાં

કચ્છના રાપર તાલુકા પાસે પ્રાગપર ખાતે રહેતા મનિષાબેન વશરામભાઈ કોળી (૨૪) નામની પરણીતા ઝેરી દવા પી ગઈ હતી જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબી શહેરમાં આવેલ મંગલમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બંને અંગેની મોરબી એ  ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News