મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના મચ્છુ-૩ ડેમનો એક દરવાજો બે ફૂટ ખોલ્યો


SHARE







મોરબીના મચ્છુ-૩ ડેમનો એક દરવાજો બે ફૂટ ખોલ્યો

મોરબી જીલ્લામાં ગઇકાલે સારો વરસાદ થયો હતો અને હાલમાં મચ્છુ નદીમાં પાણીની આવક સારી છે ત્યારે મોરબી નજીકના મચ્છુ-૩ ડેમના એક દરવાજાને બે ફૂટ ખોલવામાં આવ્યા છે અને આ ડેમની નીચેના ભાગમાં આવતા મોરબી અને માળીયા તાલુકાનાં ૨૦ ગામના લોકોને એલર્ટ કરવામાં આવ્યા હતા

મોરબી તાલુકાનાં સાદુળકા ગામ પાસે આવેલ સિંચાઈ યોજના મચ્છુ-૩ ડેમમાંથી છેલ્લા ઘણા દિવસોથી રૂલ લેવલ જાળવવા માટે ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો છે અને ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે જો કે, છેલ્લા ૨૪ કલાકમાં મોરબીમાં અઢી ઇંચ જેટલો વરસાદ પડ્યો છે જેથી કરીને મચ્છુ નદી મારફતે હાલમાં મચ્છુ-૩ ડેમમાં પાણીની આવક વધવા લાગી છે ત્યારી ડેમના એક દરવાજાને બે ફૂટ ખુલ્લા રાખીને હાલમાં મચ્છુ નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે અને અધિકારી પાસેથી મળતી માહિતી મુજબ ૧૬૭૬ કયુસેક પાણીની આવકની સામે ડેમમાંથી ૧૬૭૬ કયુસેક પાણીની જાવક કરવામાં આવી રહી છે ત્યારે નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે જેથી કરીને મચ્છુ-૩ નીચેના મોરબીના ૧૧  અને માળીયાના ૯ ગામના સરપંચો સહિતના આગેવાનોને જાણ કરીને મચ્છુ નદીના પટમાં લોકોની અવર જવર ન કરવા માટે એલર્ટ કરવામાં આવેલ છે






Latest News