મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત વાંકાનેરના જોધપર ગામે બે મહિલાઓને દંપતિએ પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબીની કપોરીવાડી શાળાના શિક્ષક પ્રફુલચંદ્ર રામાવતનો વિદાય સમારોહ સંપન


SHARE







મોરબીની કપોરીવાડી શાળાના શિક્ષક પ્રફુલચંદ્ર રામાવતનો વિદાય સમારોહ સંપન

મોરબી અત્રેની કપોરીવાડી પ્રાથમિક શાળાના શિક્ષક પ્રફુલ્લભાઈ રામાવત વયમર્યાદાને કારણે નિવૃત્ત થતા તેમનો વિદાય સન્માન તેમજ વિદ્યાર્થી સન્માન સમારંભ યોજાયો હતો વિદાય સન્માન કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થી દ્વારા સંગીતમય રજૂઆત કરી વિદાય થતા ગુરુજીને ગુરુઋણ અર્ઘ્ય અર્પણ કરવામાં આવેલ હતું ત્યારબાદ ગત વાર્ષિક પરીક્ષામાં પહેલા ત્રણ ક્રમે ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થી તેમજ જ્ઞાનસેતુ શિષ્યવૃતિ ટેસ્ટમાં પાસ થઈ મેરીટમાં સ્થાન પામનાર ૨૦ વિદ્યાર્થીઓને મલાભાઈ કંઝારિયા તરફથી શૈક્ષણિક કીટ આપી બહુમાન કરવામાં આવ્યું હતું. શાળા પરિવારના  સ્ટાફ મિત્રો દ્વારા નિવૃત્ત થતા શિક્ષકને શ્રીફળસાકરનો પડો,મોમેન્ટ ભેટ,સન્માન પત્ર તેમજ સાલ ઓઢાડી અદકેરુ સન્માન કરવામાં આવેલ હતું.આ કાર્યક્રમમાં દિનેશભાઈ વડસોલા અધ્યક્ષ મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘએ પ્રસંગોચિત ઉદબોધન કરેલ હતું આ તકે કિરીટભાઈ દેકાવડીયાસંદીપભાઈ લોરીયા, દેવાયતભાઈ હેરભા, ચમનભાઈ ડાભી, મહાવીરસિંહ જાડેજા, બળદેવભાઈ નકુમ સહિતના બોહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા આ કાર્યક્રમનું સંચાલન વિજયભાઈ સાણંદિયા, આચાર્ય સુનિલભાઈ જોશી, બોપલિયા કિરીટભાઈએ કર્યું હતું






Latest News