મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબી : ૧૮૧ મહિલા હેલ્પ લાઇન ટીમે ભૂલી પડેલી મહિલાને પરિવારને સલામત રીતે સોંપી


SHARE







મોરબી : ૧૮૧ મહિલા હેલ્પ લાઇન ટીમે ભૂલી પડેલી મહિલાને પરિવારને સલામત રીતે સોંપી

ગુજરાત સરકાર દ્વારા ચાલતી ૧૮૧ અભયમ ૧૮૧ મહિલા હેલ્પ લાઇન ટીમ મહિલાઓની મદદ માટે સતત કાર્યરત છે.એક જાગૃત નાગરિકે ૧૮૧ મહિલા હેલ્પ લાઇનમાં ફોન કરી જણાવેલ કે એક બહેન ભૂલા પડી ગયા હોય બહેનની મદદ પીડિતા માટે ૧૮૧ મહિલા હેલ્પ લાઇન વાન બોલાવી હતી.ઘટના સ્થળ ઉપર  કાઉન્સેલર રાધિકા અસારી મહિલા કોન્સ્ટેબલ રીટાબેન અને પાયલોટ રાજભાઈ સાથે પહોંચેલ પીડિતા બેનનું કાઉન્સેલિંગ કરતા પીડિતાએ જણાવેલ કે તેમના ૩ ભાઈઓ અને પીડિતા સહિત ૩ બહેનો છે.જેમાં એક ભાઈ દ્વારા દરોજ તેમને મેણાટોણા મારવામાં આવે છે.અપશબ્દો બોલે છે ભાઈ નાનીનાની બાબતમાં પીડિતાને બોલ્યા કરે છે.પીડિતાનાં લગ્નને આશરે ૧૭ વર્ષ થયા છે. સંતાનોમાં એક ૧૫ વર્ષની દિકરી અને એક ૮ વર્ષનો દીકરો છે.પીડિતાના પતિ મુંબઈ નોકરી કરે છે.પીડિતાની તકલીફના કારણે પતિ અહીંયા પિયરમાં મૂકી ગયેલ છે બંને બાળકો સારા જ છે પીડિતાને થોડી માનસિક તકલીફ છે તેવું પોતે જ જણાવે છે ભાઈ વારંવાર બોલ્યા કરતા હોય તેથી પોતાના ઘરેથી આજ સાંજે નીકળી ગયેલ છે પરંતુ પીડિતા રસ્તો ભૂલી ગયા હતા

પીડિતા બેનને પિતાના ઘરનો રસ્તો યાદ હોય પરંતુ પીડિતાના એક ભાઈ પીડિતાને માનસિકની દવા ચાલતી હોય ગાંડી પાગલ છે.પીડિતાનું કહેવું હતું કે ભાઈ કઈ ના બોલે માતા પિતા ભાઈ સાથે પિતા ના ઘરે જ રહેવું છે પીડિતા ના જણાવ્યા અનુસાર સરનામામાં પોતે મોરબીના જ છે વાવડી મેઈનરોડમાં તેમને પોતાના ઘરની શેરી યાદ ન હોય દોઢ કલાકની શોધખોળ બાદ ત્યાંના રહેવાસીઓને પૂછપરછ કર્યા બાદ પીડિતાનું ઘર મળી ગયેલ છે તેમના એક ભાઈ પોલીસે સ્ટેશનમાં ગુમશુદાની ફરિયાદ નોધવા માટે નીકળવાના હોય ૧૮૧ ટીમને જોઈ આભાર વ્યક્ત કરેલ પીડિતાના માતા-પિતા પણ જણાવેલ કે થોડી માનસિક તકલીફનાં કારણે દવા ચાલુ છે.ઘરેથી મંદિર સિવાય ક્યાંય જતા નથી પરંતુ આજ સાંજ ની નીકળી ગયેલ છે.શોધખોળ ચાલુ જ હોય ૧૮૧ ટીમ પીડિતાને ઘરે મુકવા ગયેલ ત્યારે ટીમનો માતા-પિતા તથા ભાઈએ આભાર વ્યક્ત કરેલ તથા ઘરના કોઈ સભ્યએ પીડિતા સાથે ઘરની બહાર જવા માટે કોઈ એક વ્યક્તિ સાથે જવા માટે સમજાવેલ તથા તેમના એક ભાઈ જે પીડિતાને સરખું ન રાખતા હોય તેઓને ૧૮૧ ટીમ દ્વારા ભાઈને પીડિતાને કંઇપણ ન બોલવા તથા સંભાળ રાખવા ઠપકો આપેલ છે.






Latest News