વાંકાનેરમાં ભિક્ષા વૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં યુવાનનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ મોરબીમાં આજ રાતના સતવારા સમાજ સંગઠન દ્રારા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર, રવિવારે રાતના ભારતીય વિચાર મંચ દ્વારા યુવા મંચ કાર્યક્રમનું આયોજન મોરબીમાં ભારતી વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા સ્મશાનની પવિત્ર ભૂમિ ઉપર તિરંગો લહેરાવીને સલામી અપાઈ મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

હિન્દુ બાળકો પાસે નમાજ અદા કરવાના વિડીયો સામે આવતા શાળાના આચાર્યને સસ્પેન્ડ: શિક્ષણમંત્રી


SHARE







હિન્દુ બાળકો પાસે નમાજ અદા કરવાના વિડીયો સામે આવતા શાળાના આચાર્યને સસ્પેન્ડ: શિક્ષણમંત્રી

ગુજરાતનાં કચ્છમાં મુન્દ્રા અને મહેસાણામાં એક ખાનગી શાળામાં બકરી ઈદની ઉજવણી કરવામાં આવી હતી જેને લઈને વિવાદ સામે આવ્યો છે જેથી કરીને આ બાબતે મોરબી જીલ્લામાં આવેલા રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલભાઇ પનસેરિયાએ જણાવ્યુ હતું કે, મુન્દ્રાની શાળાના આચાર્યને  સસ્પેન્ડ કરી નાખવામાં આવેલ છે અને તપાસ સમિતિ બનાવી છે તેના રિપોર્ટ આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે

કચ્છના મુન્દ્રાની શાળામાં હિન્દુ બાળકો પાસે નમાજ અદા કરાવવામાં આવી હોવાનો વીડિયો વાઈરલ થયા બાદ હિન્દુ સંગઠનો અને વાલી મંડળ દ્વારા નારજગી વ્યકત કરવામાં આવી છે. જાણવા મળતી માહિતી મુજબ મુન્દ્રાની શાળામાં બાળકોએ નમાજ અદા કર્યાનો વીડિયો વાઈરલ કચ્છ જિલ્લાના મુન્દ્રાના ભોરારા સીમ વિસ્તારમાં આવેલી પર્લ્સ સ્કૂલના આચાર્યને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવેલ છે તો મહેસાણાની શાળામાં પણ ઉજવણીને લઈ હોબાળો થયો હતો. જે બાબતને લઈને મોરબીમાં આવેલા રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલભાઇ પાનસેરિયાને પુછવામાં આવતા તેમણે કહ્યું હતું કે, મુન્દ્રાની શાળામાં હિન્દુ બાળકો પાસે નમાજ અદા કરાવવાની ઘટનામાં ત્યાના આચાર્યને સસ્પેન્ડ કરવામાં આવેલ છે અને હાલમાં એજન્સી તપાસ કરી રહી છે તેના રિપોર્ટ આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે






Latest News