મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ મોરબીમાં સામુ શુ કામ જુએ છે તેવું કહીને યુવાનને માથામાં ઈંટના 3 ઘા માર્યા: 3 સામે ફરિયાદ મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ
Breaking news
Morbi Today

માળિયા (મી) નજીકથી ૨૮૦૦ લિટર આથો-૩૦૦ લીટર દેશી દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ


SHARE







માળિયા (મી) નજીકથી ૨૮૦૦ લિટર આથો-૩૦૦ લીટર દેશી દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ

માળિયા કચ્છ હાઇવે ઉપર આવેલ સીએનજી પમ્પની પાછળ સ્થાનિક પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાંથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૨૮૦૦ લિટર આથો અને તૈયાર દેશી દારૂ ૩૦૦ લીટર મળી આવતા પોલીસે ૧૧૬૦૦ ના મુદામાલ સાથે હાલમાં એક આરોપીની ધરપકડ કરેલ છે અને એક શખ્સને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે

માળિયા કચ્છ હાઇવે ઉપર આવેલ સીએનજી પમ્પની પાછળ મકડિયા પીરની દરગાહ પાસે નદીના કાંઠે બાવળની જાળીમાં દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૨૮૦૦ લિટર આથો જેની કિંમત રૂપિયા ૫૬૦૦ અને તૈયાર દેશી દારૂ ૩૦૦ લીટર જેની કિંમત ૬૦૦૦ આમ કુલ મળીને ૧૧૬૦૦ ના મુદ્દામાલ સાથે પોલીસે સલીમભાઈ સુભાષભાઈ કટિયા જાતે મિયાણા (૨૭) રહે વિશાલા હોટલ પાછળ માળીયા મીયાણા વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી તૈયબ ઉર્ફે તૈબો ગુલમામદ માણેક રહે. નવાગામ શિકારપુર પાસે તાલુકો ભચાઉ જીલ્લો કચ્છ વાળાનું નામ સામે આવતા પોલીસે તેની સામે પણ ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News