મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

હળવદની મેરુપર પે સેન્ટર શાળામા કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવ યોજાયો


SHARE







હળવદની મેરુપર પે સેન્ટર શાળામા કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવ યોજાયો

સરકારના કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની મેરુપર પે સેન્ટર  શાળામા શાનદાર ઉજવણી કરવામા આવી હતી ત્યારે તાલુકા વિકાસ અધિકારી મેહુલકુમાર સિંધવની પ્રેરક ઉપસ્થિતિમાં બાલવાટિકાના ૨૧ વિદ્યાર્થીઓ  અને ધોરણ ૧ ના ૨ વિદ્યાર્થીઓ મળી કુલ ૨૩ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ વિતરણ કરી પ્રવેશ આપવામા આવ્યો હતો ગત વર્ષ ૨૦૨૨/૨૩ ના ધોરણ  ૧ થી ૮ મા પ્રથમ, દ્વિતિય અને તૃતિય ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને શિલ્ડ આપી સન્માનિત કરવામા આવ્યા હતા તેમજા શાળામાં પ્રવેશ લેનાર બાળકોને શૈક્ષણિક કિટ આપનાર   અને શિલ્ડના દાતા નટુભાઈ છનારિયા તથા શાળા વિકાસમા સહયોગ આપનાર દાતાઓનુ તાલુકા વિકાસ અધિકારીના વરદ હસ્તે સન્માન કરવામા આવ્યું હતું ગત વર્ષ  શાળામા શ્રેષ્ઠ  વર્તુણૂક ધરાવનાર હરદેવ અને સ્નેહાને "Friend of all " થી સન્માનિત કરવામા આવ્યા હતા આ કાર્યક્રમમા સરપંચ રાજુભાઈ ખેર, ઉપસરપંચ વિરમભાઈ ખેર, સી.આર.સી પ્રવિણસિંહ ચૌહાણ, એસ.એમ.સી સભ્યો અને ગ્રામ આગેવાનો તથા વાલીઓએ હાજર રહ્યા હતા આ કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના વિદ્યાર્થીઓ દર્શ વરમોરા અને તૃપ્તિ ખેર દ્વારા કરવામા આવ્યું હતું






Latest News