મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબી પાલિકાની ટીમે ૫૫૦ કરતા વધુ ગણેશજીની મુર્તિઓનું સલામત રીતે કરાયું વિસર્જન


SHARE







મોરબી પાલિકાની ટીમે ૫૫૦ કરતા વધુ ગણેશજીની મુર્તિઓનું સલામત રીતે કરાયું વિસર્જન

મોરબીમાં ગણેશ વિસર્જન દરમ્યાન કોઈ અઘટીત બનાવ ન બને તે માટે પાલિકા દ્વારા શહેરમાં ચાર જગ્યાએ ગણેશોત્સવના આયોજકો પાસેથી ગણેશજીની મુર્તિ એકત્રીત કરીને મચ્છુ-૩ ડેમમા ગણેશજીની મુર્તિઓનું વિસર્જન કરવા માટેનું આયોજન કરવામાં આવ્યુ હતું ત્યારે ભક્તો દ્વારા એક દો તીન ચાર ગણપતિ કા જય જયકાર સહિતના ગગન ભેદી જય ઘોષ સાથે પાલિકાએ ઉભા કરેલા મુર્તિ એકત્રીત કરવા માટેના સ્ટોલ ઉપર તેમજ ડેમના કાંઠે આવીને ગણેશજીની મુર્તિ આપવામાં આવી હતી જેનુ પાલિકાના તરવૈયાઓ દ્વારા સલામત રીતે વિસર્જન કરવામાં આવી રહ્યુ છે અને ગણેશોત્સવ દરમ્યાન બપોર સુધીમાં ૫૫૦ કરતા વધુ મુર્તિઓનું પાલિકાની ટીમ દ્વારા ડેમમાં વિસર્જન કરવામાં આવશે અત્રે ઉલેખનીય છે કે, મોરબીમાંથી મોટી સંખ્યામાં વાજતે ગાજતે ગણપતિ વિસર્જન કરવામાં માટે ધામધુમ સાથે ભક્તો નીકળ્યા હતા અને ત્યાર "ગણપતિ બાપા મોરીયાઅગલે બરસ તું જલ્દી આ" સહિતના જય ઘોષ કર્યા હતા જો કેશહેરમાં વિસર્જન સમયે કોઈ આકસ્મિક ઘટના ન બને તે માટે પાલિકા દ્વારા મચ્છુ નદીમાં વિસર્જન માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને શહેરમાંથી આવતી તમામ મૂર્તિઓનું ક્રેઇન અને તરવૈયા તેમજ ફાયર બ્રિગેડની ટીમને સાથે રાખી આર.ટી.ઓ નજીક મચ્છુ- ડેમમાં વિસર્જન કરવામાં આવ્યુ હતું સામાન્ય રીતે ગણપતિ વિસર્જનમાં ડુબી જવાના બનાવો બનતા હોય છે જેથી મોરબીમાં આવો કોઇ બનાવ ન બને તે માટે શહેરમાં વહીવટી તંત્ર દ્વારા વ્યક્તિગત ગણેશવિસર્જન કરવાની મનાઈ ફરમાવી અને આયોજકોને મૂર્તિ પાલિકાને સોંપી દેવા માટેની સૂચના આપવામાં આવી હતી અને પાલિકા દ્વારા શનાળા રોડ સમય ગેટ પાસેએમ.પી.શેઠ ગર્લ્સ સ્કૂલ વી.સી.ફાટક પાસેસામાકાંઠે એલ.ઇ.ક્રિકેટ ગ્રાઉન્ડ અને જેઈલરોડ પર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે એમ ચાર સ્થેળે મુર્તિઓ સ્વીકારવામાં આવી હતી અને તે મુર્તિઓનું વિસર્જન કરી દેવામાં આવ્યુ હતુ અત્રે ઉલેખનીય છે કે, ગણેશ વિસર્જન  સમયે શહેરા અને ડેમના કાંઠે ટ્રાફીકનો કોઈ પ્રશ્ન ઉભો ન થાય તે માટે પોલીસ દ્વારા ખાસ બંદોબસ્ત રાખવામા આવ્યો હતો અને ગઇકાલે ભક્તોએ ભીની આંખે અને ભારે હૈયે વિઘ્ન હર્તા દેવને વિદાય આપી હતી






Latest News