ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

નવલખી પોર્ટ શરૂ: કોલસાના પરિવહન માટે ટ્રકના ત્રણ કિલોમીટર સુધી થપ્પા લાગ્યા


SHARE











નવલખી પોર્ટ શરૂ: કોલસાના પરિવહન માટે ટ્રકના ત્રણ કિલોમીટર સુધી થપ્પા લાગ્યા

વાવાઝોડાની સંભવિત અસરને ધ્યાનમાં રાખીને નવલખી પોર્ટને સદંતર બંધ કરી દેવામાં આવ્યું હતું જોકે હવે વાવાઝોડું પસાર થઈ ગયું છે અને નવલખી બંદર ઉપર તેની બહુ મોટી કોઈ અસર જોવા મળી નથી ત્યારે શનિવારે સાંજથી નવલખી બંદર ઉપર રાબેતા મુજબની કામગીરી પોર્ટ ઓફિસરની સૂચના પછી શરૂ કરી દેવામાં આવી છે જેથી કરીને નવલખી બંદરે આવતા કોલસાને દેશના જુદા જુદા રાજ્ય સુધી પહોંચાડવા માટે દોડતા ટ્રકો ના નવલખી બંદર પાસે થપ્પા લાગી ગયા હતા અને પાંચ કિલોમીટર સુધી લાંબી લાઈન લાગી હતી

બીપરજોય વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયાકાંઠે અથડાય અને મોટા પ્રમાણમાં જાનમાલને નુકસાન થાય તેવી શક્યતાઓ હતી જેથી કરીને મોરબી જિલ્લામાં આવેલ નવલખી બંદરે ગત ૧૨ તારીખથી ૧૦ નંબરનો સિગ્નલ લગાવીને સદંતર બંધ કરી દેવામાં આવ્યું હતું અને આમ ગઈકાલે તારીખ ૧૬ ના રોજ દરિયામાં હાઈટાઇડ હતી ત્યારે બપોરના ૧૨ વાગ્યાથી બંદર ઉપરથી તમામ કર્મચારીઓ અને જુદી જુદી એજન્સીઓના સ્ટાફને સલામતીના ભાગરૂપે બહાર કાઢી લેવામાં આવ્યા હતા અને ત્યારે નવલખી બંદરની જેટી ઉપર અને સમગ્ર બંદરમાં એક થી દોઢ ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું હતું જેથી કરીને નવલખી બંદર પાણીમાં ગરકાવ થઈ ગયું હોય તે પ્રકારનો ઘાટ સર્જાયો હતો જોકે ત્યારબાદ દરિયાના પાણી ઓસરી ગયા હતા અને હવે વાતાવરણ પણ ખુલ્લું થઈ ગયું છે અને વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે અથડાઈ ગયા બાદ નવલખી બંદર ઉપર તેની નહિવત અસર જોવા મળી છે જેથી કરીને મેરી ટાઈમ બોર્ડના પોર્ટ ઓફિસર તરફથી મળેલ સૂચના બાદ શનિવારે સાંજથી રાબેતા મુજબ નવલખી બંદર ઉપર કોલસાની હેરાફેરી માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવેલ છે જેથી કરીને નવલખી પોર્ટના દરવાજાથી પાંચ કિલોમીટર સુધી ટ્રકોના થપ્પા લાગી ગયા હતા અને આજથી નવલખી બંદર ફરી પાછું રાબેતા મુજબ ધમધમ માં લાગ્યું છે






Latest News