માળીયા (મી)ના અંજીયાસર પાસેથી પાવર ગ્રીડ કંપનીના 13.50 લાખના વાયરની ચોરીન ગુનામાં બે આરોપી ઝડપાયા: 17.50 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખાખરાળા નજીક પગપાળા જતા બે વૃદ્ધોને કાર ચાલકે હડફેટ લેતા ઇજાગ્રસ્તો સારવારમાં મોરબીમાં કારખાને જવાનું કહીને નીકળેલ યુવાન ૧૦ દિવસથી ગુમ મોરબીના વઘાસીયા ટોલનાકા પાસે બાઈક ચાલકને અજાણ્યા કાર ચાલકે હડફેટ લેતા માથામાં ઇજા મોરબી : વાંકાનેરના દિધલીયા ગામે ભત્રીજા સાથે ઝઘડો કરતાં ઈસમને સમજાવવા જતાં છરી વડે હુમલો મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી
Breaking news
Morbi Today

મોરબીમાં સ્વ.ધવલભાઈ રાંકજા-સ્વ.કાર્તિક દફતરીના સ્મરણાર્થે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયા: ૨૩૫ બોટલ એકત્રીત થઈ


SHARE











મોરબીમાં સ્વ.ધવલભાઈ રાંકજા-સ્વ.કાર્તિક દફતરીના સ્મરણાર્થે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયા: ૨૩૫ બોટલ એકત્રીત થઈ

લાયન્સ કલબના લાઇવ વાયર અને સેવાકીય પ્રવૃતિમાં હમેશ અગ્રેસર રહેતા અને “માનવ સેવા એજ પ્રભુ સેવા” સુત્રને સત્કર્મ દ્વારા સાર્થક કરનાર લાયન સ્વ.ધવલભાઈ રાંકજાની તૃતીય પુણ્યતિથી નિમિતે સદગતને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા લાયન્સ ક્લબ મોરબી નઝરબાગ દ્વારા સંસ્કારધામ બ્લડ બેંકનાં સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ૮૫ બોટલ રક્ત એકઠું કરવામાં આવ્યું હતું.આ રકતદાન કેમ્પમાં સ્વ.ધવલ રાંકજાનાં પરિજનો તેમજ લાયન્સ ક્લબના તુષાર દફતરી, રવિન્દ્ર ભટ્ટ, રમણીકભાઇ ચંડીભમર, પિયુષ સાણજા, જયેશ  દેસાઈ, દિપક મારવણીયા તથા સમીર ગાંધી હાજર રહ્યા હતા અને પ્રોજેક્ટને સફળ બનાવ્યો  હતો.

તેમજ લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ તેમજ જૈન સોશ્યલ ગૃપ દ્વારા સ્વ.કાર્તિક વિક્રમભાઈ દફતરીના સ્મરણાર્થે તા.૧૮ જૂનને રવિવારે સવારે ૮ થી બપોરના ૪ વાગ્યા સુધી સ્કાય મોલ શનાળા રોડ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ.આ રક્તદાન કેમ્પમાં એકત્રીત થયેલ ૧૫૦ જેટલી રકતની બોટલોને રાજકોટ તેમજ મોરબી સિવિલે આપવામાં આવી હતી.કેમ્પને સફળ બનાવવા સ્વ.કાર્તીકના પિતા  વિક્રમભાઈ દફતરી, રાજેશભાઈ સરડવા, તુષારભાઈ દફતરી, હિતેષભાઇ મહેતા, વિક્રમભાઈ મહેતા, ડેનિશભાઇ સહીતના સભ્યોએ જહેમત ઉઠાવી રહી હતી.




Latest News