મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીના જેતપર પાસે નદીમાંથી રેતીનું ગેરકાયદે ખનન: ૩૮.૨૪ લાખની ખનીજ ચોરીનો ગુનો નોંધાયો


SHARE







મોરબીના જેતપર પાસે નદીમાંથી રેતીનું ગેરકાયદે ખનન: ૩૮.૨૪ લાખની ખનીજ ચોરીનો ગુનો નોંધાયો

મોરબી તાલુકાના જેતપર ગામ પાસેથી પસાર થતી ઘોડાધ્રોઈ નદીના પટમાંથી રેતી ચોરી કરવામાં આવી છે અને કુલ મળીને ૧૧,૩૦૦.૨૮ મેટ્રિક ટન સાદી રેતીની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને રેતી ચોરી તેમજ દંડની રકમ અને મશીનરી સહિત ફૂલ મળીને ૩૮.૨૪ લાખ રૂપિયાની ખનીજ ચોરીની હાલમાં ખાણ ખનીજ વિભાગના અધિકારી દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એક શખ્સની સામે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે જેથી કરીને પોલીસે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના વિસ્તારમાં જિલ્લા સેવા સદન ખાતે આવેલ ભૂસ્તરશાસ્ત્રીની કચેરીના માઈન્સ સુપરવાઇઝર મિતેશભાઈ રામભાઈ ગોજીયા (૨૯)એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જયેશભાઈ પોપટભાઈ પાનસુરીયા રહે અમરગઢ જિલ્લો રાજકોટ વાળાની સામે ખનીજ ચોરીની ફરિયાદ નોંધાવે છે જેમાં તેને જણાવ્યું છે કે મોરબી તાલુકાના જેતપર ગામ પાસેથી પસાર થતી ઘોડાધ્રોઈ નદીના પટમાંથી આરોપીએ સાદી રેતી ૧૧,૩૦૦.૨૮ મેટ્રિક ટન બિનઅધિકૃત રીતે ઉપાડી લીધેલ છે જેથી કરીને પ્રતિ ટનના ૨૪૦ રૂપિયા લેખે ૨૭,૧૨,૦૬૮ તેમજ બે લાખ રૂપિયાની કિંમતનું મશીન અને પર્યાવરણને નુકસાનીની વળતર માટે તેને સાદી રેતીના પ્રતિ ટનના ૨૪૦ રૂપિયાના ૪૧ ટકા લેખે ૧૧,૧૧,૯૪૮ રૂપિયા આમ કુલ મળીને ૩૮,૨૪,૦૧૬ રૂપિયાની કિંમતની ખનીજ ચોરી કરેલી છે તે પ્રકારની ફરિયાદ નોંધાવવામાં આવી છે જેથી કરીને પોલીસે આઇ.પી.સી. કલમ-૩૭૯ તથા ધ માઇન્સ એન્ડ મીનરલ્સ (રેગ્યુલેશન એન્ડ ડેવલોપમેન્ટ) એકટ-૧૯૫૭ ની કલમ ૪(૧), ૪(૧)(એ), ૨૧(૧) (૨) (૩) (૪) (૫) (૬) તથા ગુજરાત મિનરલ્‍સ (પ્રિવેન્‍શન ઓફ ઇલ્‍લીગલ માઇનીંગ, ટ્રાન્‍સપોર્ટેશન એન્‍ડ સ્‍ટોરેજ) રૂલ્‍સ-૨૦૧૭ના તથા જી.એમ.એમ.સી.આર- ૨૦૧૭ ના નિયમો મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News