મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી એસપી ઓફિસે કંટ્રોલ રૂમ ખાતે હેમ રેડીયો ટીમ કાર્યરત


SHARE











મોરબી એસપી ઓફિસે કંટ્રોલ રૂમ ખાતે હેમ રેડીયો ટીમ કાર્યરત

મોરબી સહિત સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ પર હાલ બિપરજોય વાવાઝોડાનો ભય વર્તાઈ રહ્યો છે. ત્યારે આ આપદા વેળાએ જિલ્લામાં જો સંદેશા વ્યવહાર ખોરવાય તો તે માટે મહત્વની કડીરૂપ હેમ રેડિયો સિસ્ટમ સાથેની ટીમ GSDMA-ગુજરાત સ્ટેટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ગાંધીનગર દ્વારા ફાળવવામાં આવી છે.

વાવાઝોડાના કારણે જયારે તમામ પ્રકારના સંદેશા વ્યવહારના સાધનો નિષ્ક્રિય થઇ જાય છે તેવા સંજોગોમાં સંદેશા વ્યવહાર કાર્યરત રહે તે માટે હેમ રેડિયો ઓપરેટર ભાવેશ બસંતાણી, બિરજ કાચા અને કનૈયાલાલ કોટક સહિતના સભ્યો સાથેની હેમ રેડીયો મોરબી પોલીસ અધિક્ષકની કચેરી ખાતે ઓપરેટિંગ સિસ્ટમ અને સાધનો સાથે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.

હેમ રેડિયો ઓપરેટર કનૈયાલાલ કોટકે જણાવ્યું હતું કે, “ગાંધીનગર દ્વારા અમારી ટીમ આફત સમય માટે અહીં કાર્યરત કરવામાં આવી છે. ગઈકાલે રાત્રે અહીં પહોંચી હાલ તમામ સેટઅપ અહીં ગોઠવી હેમ રેડિયોની એક્ટિવિટી કાર્યરત કરી દેવામાં આવી છે. આ એમ રેડીયો સિસ્ટમ સેટેલાઈટ સાથે સીધું જોડાયેલું છે. વાવાઝોડા દરમિયાન જ્યારે વીજ પુરવઠો ઠપ થઈ જાય અને નેટવર્ક ટાવર પણ કામ ન કરે એટલે કે તમામ કમ્યુનિકેશનના સાધનો કામ કરતા બંધ થઈ જાય ત્યારે કોમ્યુનિકેશનના એક સાધન તરીકે હેમ રેડિયો ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. હેમ રેડિયોને સરળ ભાષામાં સમજીએ તો આ એક એવું વાયરલેસ ઉપકરણ છે કે જેના દ્વારા વિશ્વના કોઇ પણ ખૂણે વાત કરવા અને મેસેજ મોકલવા માટે વીજ પુરવઠો, સંચાર સાધનો કે નેટની જરૂર રહેતી નથી.






Latest News