મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં વાવાઝોડાના પગલે વન વિભાગની ૯ ટીમો કાર્યરત


SHARE











મોરબી જીલ્લામાં વાવાઝોડાના પગલે વન વિભાગની ૯ ટીમો કાર્યરત

બિપરજોય વાવાઝોડાને પગલે જિલ્લા વહીવટી તંત્રની સાથે વન વિભાગ દ્વારા પણ આગોતરી તૈયારીઓ કરવામાં આવી છે. મોરબી જિલ્લાનો દરિયા કિનારો મુખ્યત્વે ખાડી વિસ્તાર અને ટાપુઓ ધરાવે છે જેનો મુખ્યત્વે ભાગ વન વિભાગને હસ્તક છે. ત્યારે વન વિભાગ દ્વારા પણ પૂરતી તૈયારીઓ કરવામાં આવી છે.

વાંકાનેર રેન્જ હેઠળ કુહાડી, ધારીયા, દોરડા, ચેઈન-સો, ટ્રાન્સપોર્ટ વાહન વગેરે સાધનો તેમજ  ૨૫ જેટલા કર્મચારીઓની સાથે એક ટુકડી કાર્યરત કરવામાં આવી છે. મોરબી રેન્જ હેઠળ ઉપરોક્ત જરૂરી સાધનો તેમજ યુનિફોર્મ જેકેટ સાથે બે ટુકડીઓ કાર્યરત કરવામાં આવી છે. સામાજિક વનીકરણ રેન્જ હેઠળ મોરબી તેમજ માળિયા ખાતે જરૂરી સાધનો સાથેની એક ટીમ કાર્યરત કરવામાં આવી છે. મોરબી ક્ષેત્રીય રેન્જ હેઠળ મોરબી, ટંકારા તેમજ હળવદ ખાતે જરૂરી સાધનો સાથે કર્મચારીઓની ત્રણ ટીમો કાર્યરત કરવામાં આવી છે. જ્યારે વન્યપ્રાણી રેન્જ હળવદ હેઠળ હળવદ ખાતે પણ જરૂરી સંસાધનો સાથે ૨૫ કર્મચારીઓની બે ટુકડીઓ કાર્યરત કરવામાં આવી છે. નાયબ વન સંરક્ષકએ ચિરાગ અમીને જણાવ્યું હતું કે, આકસ્મિક સંજોગો માટે વાંકાનેર રેન્જ ફોરેસ્ટ ઓફિસનો કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યો છે જેનો નંબર ૦૨૮૨૮-૨૨૦૭૦૧ જારી કરવામાં આવ્યો છે. વાંકાનેર ઉપરાંત મોરબી ચેર રેન્જ, મોરબી ક્ષત્રિય રેન્જ, હળવદ વન્યપ્રાણી રેન્જ, ટંકારા સામાજિક વનીકરણ રેન્જ, મોરબી સામાજિક વનીકરણ રેન્જ ખાતે પણ ઇન્ચાર્જ અધિકારી/કર્મચારીઓની ટીમ સાથે કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યા છે.






Latest News