મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના આમરણ ગામે આકસ્મિક સંજોગોમાં માટે વિવિધ ટીમો સ્ટેન્ડ બાય


SHARE







મોરબીના આમરણ ગામે આકસ્મિક સંજોગોમાં માટે વિવિધ ટીમો સ્ટેન્ડ બાય

સંભવિત બિપરજોય વાવાઝોડાના પગલે સમગ્ર મોરબી જિલ્લા વહીવટીતંત્ર સાબદું બન્યું છે. જિલ્લાના અધિકારીઓ દ્વારા સંભવિત અસરગ્રસ્ત ગામો તેમજ દરિયાકાંઠાના વિસ્તારોની મુલાકાત લઈ લોકોનું સ્થળાંતર કરાવવામાં આવી રહ્યું છે તેમજ લોકોને સુરક્ષા અર્થે યોગ્ય પગલાં લેવામાં આવી રહ્યા છે. મોરબી પ્રાંત અધિકારી ડી.એ. ઝાલાએ મોરબીના આમરણ ગામની મુલાકાત લઈ આમરણ પી.એચ.સી. ખાતે એન.ડી.આર.એફ.ની ટીમ તેમજ સ્થાનિક અધિકારી કર્મચારી તેમજ ગ્રામજનો સાથે બેઠક કરી હતી.

આ બાબતે ડી.એ. ઝાલાએ જણાવ્યું હતું કેમોરબી તાલુકામાં દરિયાકાંઠા નજીકમાં ૦ થી ૫ કિલોમીટરના અંતરમાં આવતા હોય એવા ત્રણ ગામ છે. ઝીંઝુડારામપર (પાડાબેકર) અને ઉટબેટ સામપર. ઉટબેટ સામપર નજીક ઢુઈ વિસ્તાર છે ત્યાં જત લોકો પશુપાલન સાથે સંકળાયેલા છે. જેમને ઉટબેટ સામપરની પ્રાથમિક શાળા ખાતે સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. ઝીંઝુડા ખાતેના સોલ્ટ પાનના ૩૫ જેટલા મજૂરોને સરકારી હોસ્ટેલ ખાતે તેમજ ૧૦ જેટલા મજૂરોને પ્રાથમિક શાળા ખાતે શિફ્ટ કરવામાં આવ્યા છે. રામપર (પાડાબેકર)માં જેમના નળિયાવાળા મકાન હોય તેવા ૧૦૦ જેટલા ઘરને આઇડેન્ટીફાય કરી જેમને સગા-વાલાને ત્યાં રોકાવું હોય તેમને ત્યાં અથવા અન્યને આમરણ કે આસપાસ આશ્રયસ્થાનો ખાતે સ્થળાંતર કરવામાં આવનાર છે. રેપિડ રિસ્પોન્સ સેન્ટર અન્વયે વિવિધ વિભાગના અધિકારીઓની એક ટીમ આમરણ ખાતે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. આકસ્મિક સંજોગોમાં તાત્કાલિક કામગીરી કરી શકાય તે માટે આ ટીમો રાખવામાં આવી છે. આ ઉપરાંત ૧૨ જેટલા સેલ્સ ટેક્ષના અધિકારીઓને પણ જવાબદારી સોંપવામાં આવી છે. તેમજ ૮ જેટલા ગામોમાં કોઈપણ મદદ પહોંચાડી શકાય તે માટે તલાટી-મંત્રી તેમજ ક્લાસ-૨ કક્ષાના અધિકારીઓને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. 






Latest News