મોરબીમાં કારખાને જવાનું કહીને નીકળેલ યુવાન ૧૦ દિવસથી ગુમ મોરબીના વઘાસીયા ટોલનાકા પાસે બાઈક ચાલકને અજાણ્યા કાર ચાલકે હડફેટ લેતા માથામાં ઇજા મોરબી : વાંકાનેરના દિધલીયા ગામે ભત્રીજા સાથે ઝઘડો કરતાં ઈસમને સમજાવવા જતાં છરી વડે હુમલો મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત
Breaking news
Morbi Today

માળીયા (મી)ના મોટીબરાર પાસે જાહેરમાં જુગાર રમતા પાંચ જુગારી પકડાયા


SHARE











માળીયા (મી)ના મોટીબરાર પાસે જાહેરમાં જુગાર રમતા પાંચ જુગારી પકડાયા

માળીયા મીયાણા તાલુકાના મોટીબરાર ગામથી જસાપર ગામ તરફ જવાના રસ્તા ઉપર સ્મશાન પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી પાંચ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા અને તેની પાસેથી રોકડા રૂપિયા તેમજ અન્ય મુદ્દામાલ મળીને પોલીસે ૩૧,૨૦૦ નો મુદ્દા માલ કબજે કરેલ છે અને માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે

જાણવા મળતી માહિતી મુજબ માળિયા મીયાણા તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોટી બરાર ગામથી જસાપર ગામ તરફ જવાના રસ્તા ઉપર સ્મશાન પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે રમેશભાઈ મગનભાઈ સરડવા જાતે પટેલ (૫૦) રહે સરડવ, કાળુભાઈ વાઘાભાઈ હુંબલ જાતે આહિર (૬૫) રહે. જસાપર, ધીરુભાઈ વિરાભાઈ કાનગડ જાતે આહીર (૫૪) રહે. જસાપર, કરસનભાઈ ઝાલાભાઇ ભુંડિયા જાતે ભરવાડ (૩૫) રહે. પીપળીયા અને જયેશભાઈ રાણાભાઇ કાનગડ જાતે આહિર (૩૮) રહે. જસાપર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી રોકડા રૂપિયા ૧૫૭૦૦ તેમજ ચાર મોબાઈલ ફોન આમ કુલ મળીને ૩૧,૨૦૦ નો મુદામાલ કબજે કર્યો છે અને આ પાંચ જુગારીઓની સામે માળિયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા
મોરબી નજીકના લાલપર ગામ પાસે આવેલ મેલડી માતાજીના મંદિર નજીક વાહન અકસ્માતમાં બનાવ બન્યો હતો જેમાં અશોકભાઈ શ્યામલભાઈ ધામેચા (૩૩) રહે. ઉમા ટાઉનશીપ મોરબી વાળાને ઈજા થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળી કાર્યવાહી હાથ ધરી હતી

મારામારીમાં ઇજા
મોરબીના સનાળા રોડ પર આવેલ ઉમિયા સર્કલ પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં કુબેર ટોકીઝ પાછળના ભાગમાં રહેતા પટુ શાંતિલાલ કડેવાર (૨૪) નામના યુવાનને ઇજા થઈ હતી જેથી કરીને ઈજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

દવા પી લીધી
મોરબીમાં ખાખરેચી દરવાજા પાસે રહેતા શહેનાજબેન જાવીદભાઈ દાવલિયા (૩૩) નામની મહિલા કોઈ કારણોસર પોતે પોતાના ઘરે હતી ત્યારે ઘરેલુ ચિંતાના કારણે ૧૫ જેટલી ટીકડીઓ ખાઈ ગઈ હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ પરણીતાનો લગ્ન ગાળો ૧૧ માસનો હોવાનું હાલમાં પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસે નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે અને આગળની તપાસ વિપુલભાઈ ફૂલતરિયા ચલાવી રહ્યા છે




Latest News