મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબી-હળવદમાં જુગારની ત્રણ રેડ: ૧૦ જુગારી ૧૮૯૫૦ ના મુદામાલ સાથે ઝડપાયા


SHARE







મોરબી-હળવદમાં જુગારની ત્રણ રેડ: ૧૦ જુગારી ૧૮૯૫૦ ના મુદામાલ સાથે ઝડપાયા

મોરબી તાલુકાના જેતપર ગામ અને હળવદના ટીકર અને જુના દેવળીયા ગામે જુગારની ત્રણ રેડ કરવામાં આવી હતી જેમાં કુલ મળીને ૧૦ જુગારી જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેઓની પાસેથી ૧૮૯૫૦ નો મુદામાલ કબ્જે કરીને આગળની કાર્યવાહી કરેલ હતી

મોરબી તાલુકાના જેતપર ગામે વણકરવાસમાં જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યા જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે જાહેરમાં જુગાર રમતા નારણભાઈ બાબુભાઈ પરમાર, પ્રફુલભાઈ રામજીભાઈ પરમાર, રાહુલભાઈ અરવિંદભાઈ પરમાર, હરેશભાઈ લાલજીભાઈ પરમાર અને દિનેશભાઈ ધનાભાઈ પરમાર મળી આવ્યા હતા જેથી કરીને તેઓની પાસેથી પોલીસે ૧૦૩૫૦ ની રોકડ કબજે કરીને તેઓ જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

હળવદ તાલુકાના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે ઓધવજીભાઈ નારણભાઈ ઉપાસરીયા, નદીમભાઈ યુસુફભાઈ ભટ્ટી મિતેશભાઈ કૌશિકભાઈ શુક્લ જાહેરમાં જુગાર રમતા મળ્યા હતા માટે પોલીસે તેઓની પાસેથી ૪૫૦૦ રૂપિયાની રોકડ કબજે કરી હતી અને તેની સામે જુગારધારા હેઠળ ગુનો દાખલ કર્યો હતો આવી જ રીતે હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે રામાપીરના મંદિરની પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી આધારે ત્યાં પણ જુગારની રેડ કરી હતી ત્યારે સુનિલભાઈ બચુભાઈ દુદાણા અને કિશોરભાઈ ગંગારામભાઈ ચરમારી જાહેરમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેઓની પાસેથી ૪૧૦૦ રૂપિયાની રોકડ કબજે કરીને તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News