વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મોરબીના ચકમપર ગામે વૃદ્ધને માર મારવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ


SHARE







મોરબીના ચકમપર ગામે વૃદ્ધને માર મારવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ

મોરબી તાલુકા ચકમપર ગામે રહેતા વૃદ્ધ તેના વાડામા હતા ત્યારે ગામના સરપંચ અને અન્ય એક વ્યક્તિ ત્યાં આવ્યો હતો અને તેઓના ખેતર તરફ જતી પાણીની લાઇનનો એરવલવ તેને તોડ્યો છે તેવું કહીને માર માર્યો હતો જેથી વૃધ્ધે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે અગાઉ ચકમપર ગામના સરપંચની ધરપકડ કરેલ હતી અને હાલમાં આ ગુનામાં બીજા આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે

ચકમપર ગામે રહેતા જેન્તિભાઇ ભીખાભાઇ દારોદ્રા જાતે કોળી (ઉ.૬૨)એ બે શખ્સોની સામે ગત તા ૮/૯ ના રોજ ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, ગત તા.૩/૭/૨૦૨૧ ના બપોરના દોઢેક વાગ્યાના અરસામા ચકમપર(જી.) ગામની સીમમા તેઓના વાડામા હતા ત્યારે તેના વાડાની જમીનમાથી આરોપી પરસોતમભાઇ ગાંડુભાઇ કાલરીયાની વાડીનો એરવાલ નીકળતો હોય જે તુટી જતા ફરીયાદીએ તે એરવલવ તોડેલ છે તેમ કહી આરોપી પરસોતમભાઇ ગાંડુભાઇ કાલરીયાએ તેને વાસામા લોખંડનો સળિયો મારી તથા બીજા આરોપીએ વાસામા પાવડાનો હાથો મારી મુંઢ ઇજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી પોલીસે વૃધ્ધની ફરિયાદ નોંધાવી હતી તેના આધારે પોલીસે અગાઉ ચકમપર ગામના સરપંચ પરસોતમભાઇ ગાંડુભાઇ કાલરીયા (૬૪) ની ધરપકડ કરેલ હતી અને હાલમાં આ ગુનામાં સુભાષભાઈ ઉર્ફે સુભો મોહનભાઇ રાઠવા (19) રહે, ચકમપર વાળાની ધરપકડ કરેલ છે

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ




Latest News