ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીમાં શાસ્ત્રોક્ત સાત ફેરા: અનોખા સમૂહલગ્ન યોજાયા


SHARE







મોરબીમાં શાસ્ત્રોક્ત સાત ફેરા: અનોખા સમૂહલગ્ન યોજાયા

આજકાલના આધુનિક સુખ સુવિધા વાળા માહોલમાં યુવાનો પોતાની મરજી મુજબ જીવન સાથી સોધતા થઈ ગયા છે જેના કારણે દિન પ્રતિદિન પ્રેમલગ્ન (રજિસ્ટર્ડ મેરેજ) ની વધુમાં વધુ ચર્ચાઓ સાંભળવા મળે છે. આવી ઘટનાનો વધારો થતાં આપણા ગુજરાતની સંસ્કૃતિ અને લગ્નવિધિઓનું મહત્વ જળવાય રહે તેમજ રજિસ્ટર્ડ મેરેજ વાળાઓ યુગલોને હિન્દુ સંસ્કૃતિ મુજબ લગ્ન કરવા પણ જરૂરી છે ટે સમજાવવા મોરબી ખાતે એક અનેરો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો ત્યારે વાત્સલ્ય ફાઉન્ડેશન અને હિતમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા માત્ર રજિસ્ટર્ડ લગ્ન કરેલ યુગલો માટે "શાસ્ત્રોક્ત સાત ફેરા"નું આયોજન કરેલ હતું આ લગ્નોત્સવમાં રજિસ્ટર્ડ લગ્ન વાળા યુગલોને બંનેના પરિવારોની ઈચ્છાઓ અને આશીર્વાદથી હિન્દુ સંસ્કૃતિ મુજબ શાસ્ત્રોક્તના સાત ફેરા સાથે પરિવારના સભ્યોના આશીર્વાદ આપ્યા હતા આ તકે મોરબીના વાત્સલ્ય ફાઉન્ડેશનના પ્રમુખ ડો.પરેશ પારીઆ અને હિતમ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ડો.હાર્દિક જેસવાણીએ જણાવ્યુ હતું કે "શાસ્ત્રોક્ત સાત ફેરા" કાર્યક્રમ યોજવાનો મુખ્ય હેતુ રજીસ્ટર્ડ લગ્ન કરનાર યુગલોનેએ બતાવવા નો હતો કે હિન્દુ ધર્મ મુજબ જ્યાં સુધી અગ્નિની સાક્ષીએ સાત ફેરા અને પરિવારના આશીર્વાદ ન મળે ત્યાં સુધી સુખી અને સારું દાંપત્ય જીવન જીવાતું નથી






Latest News