મોરબી શહેરમાં આવેલ જીલ્લા પંચાયત હસ્તકની પ્રથામિક શાળાઓ મહાપાલીકા હસ્તક લેવા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખની માંગ મોરબી જુના અમરાપર શાળામાં વિધાર્થીઓને સરગવાના વૃક્ષો આપી શાળા પ્રવેશ આપ્યો મોરબીના પીપળી ગામે બે કલાકમાં 155 વૃક્ષોનું રોપણ કરાયું મોરબીમાં પીજીવીસીએલ દ્વારા સલામતી સપ્તાહની ઉજવણી કરાશે માળિયા (મી)માં ધો. ૯ ના વિદ્યાર્થીઓના પ્રવેશ પ્રશ્ન બાબતે પાલિકા પ્રમુખની રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ફ્લાયઓવર બ્રિજની કામગીરીની મુલાકાત લેતા કલેક્ટર સ્વપ્નિલ ખરે જો 48 કલાકમાં મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનનો નિર્ણય ન આવે તો આંદરણા ગ્રામ પંચાયતની બોડી મૂકશે સામૂહિક રાજીનામુ ચોમાસુ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર: હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી સિંચાઈનું પાણી આપવા માટે 7 ગામના ખેડૂતોની માંગ
Breaking news
Morbi Today

મોરબીમાં ભાજપ શાસિત પાલિકામાં ભાજપના સદસ્યએ કરેલ ભ્રષ્ટાચારને કારણે તેજોરી ખાલી છે તે સ્વીકારતા ધારાસભ્ય : મહેશ રાજયગુરૂ


SHARE









મોરબીમાં ભાજપ શાસિત પાલિકામાં ભાજપના સદસ્યએ કરેલ ભ્રષ્ટાચારને કારણે તેજોરી ખાલી છે તે સ્વીકારતા ધારાસભ્ય : મહેશ રાજયગુરૂ

મોરબી નગરપાલિકાની તેજોરી સાફ કરી નાખી અને પાલિકાના સદસ્યોને રવાના કરવામાં આવ્યા છતાં હજુ મોરબી પાલિકાના ચીફ ઓફિસર સભ્યને બોલાવી રોડ-રસ્તાના કામ કરવાની વાતો કરે છે.તો હજી શું પ્રજાના પેસાનો ગેરઉપયોગ કરાવવા માંગો છો..? તેવો સવાલ કોંગી આગેવાન મહેશ રાજ્યગુરૂએ કરેલ છે.

મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર અને વહીવટદારની હાજરીમાં મોરબીના ધારાસભ્ય દ્વારા પત્રકાર પરિષદ યોજાયેલી હતી.જેમાં મોરબીના ધારાસભ્ય કહેતા સંભળાય છે કે છેલ્લા બે વર્ષની અંદર મોરબી નગરપાલિકાને લૂંટી  લેવામાં આવેલી છે જેના કારણે આજે મોરબી નગરપાલિકામાં ખાલી ૨૫ લાખ જેવી રકમ છે અને ઘણા લોકોના બિલ ચૂકવણા બાકી છે તેમાં જીઈબીના આશરે ચાર કરોડ રૂપિયાના બિલ, ડોર ટુ ડોર કચરા કલેક્શનના બિલ, સીટી બસના બિલ, રોડ-રસ્તાઓના બીલ પ્રમુખે પોતાની સત્તાનો ગેર ઉપયોગ કરી ૪૫ ડી.મુજબ કરેલા ખર્ચ એના બિલ, જેના કારણે હાલ નગરપાલિકા આર્થિક રીતે નબળી પાડી દેવામાં આવેલ છે તેમ મોરબીના ચીફ ઓફિસર અને પાલિકાના વહીવટદાર તેમજ ધારાસભ્યની પત્રકાર પરિષદમાં જાહેર કરવામાં આવેલ છે.

તેના સાપેક્ષમાં કોંગી આગેવાન મહેશભાઇ રાજયગુરૂએ જણાવેલ છેકે મારા મત પ્રમાણે છેલ્લા બે વર્ષની અંદર ભાજપ શાસિત નગરપાલિકામાં થયેલ  ભ્રષ્ટાચારની પૂરી તપાસ કરવામાં આવે અને જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે  પ્રજાના ટેક્સના પૈસાનો  ગેર કાયદેસર ઉપયોગ થયેલ છે તેવું લાગે છે બેફામ ટકાવારી લેનાર લોકોની સામે કાયદેસરની તપાસ કરી કડકમાં કડક પગલાં લેવામાં આવે તો આવનારા સમયમાં મોરબી નગરપાલિકામાં ચુંટાતા સદસ્યોને ખ્યાલ આવશે કે નગરપાલિકા ભ્રષ્ટાચાર કરવાનું સાધન નથી પ્રજાની સેવા કરવાનું એક માધ્યમ છે.

વધુમાં તઓએ જણાવેલ છે કે હાલ મોરબી નગરપાલિકા દ્રારા તે પણ ચકાસવામાં આવવુ જોઇએ કે રોજમદાર કર્મચારી ખરેખર કામ કરે છે કે ખાલી ચૂંટાયેલા સદસ્ય દ્વારા રાખવામાં આવા હોય અને વગર કામ કર્યે મફત પગાર લે છે ? તેમજ ભાજપ શાસિત નગરપાલિકાના ડીઝલનો કેટલો વપરાશ થયેલ છે..? કેટલા વાહનો નગરપાલિકાના ચાલુ હતા.? તેની જો તપાસ કરવામાં આવે તો બંધ વાહનો હોવા છતાં ડીઝલના બિલો ચૂકવામાં આવેલ છે અને સદસ્યોની આવક ઊભી કરવામાં આવેલી છે..! આ તમામ બાબતે ચીફ ઓફિસર અને મોરબીના ધારાસભ્ય પારદર્શક રીતે તપાસ કમિટી બનાવી થયેલા ભ્રષ્ટાચારને ઉજાગર કરે અને જેને ભ્રષ્ટાચાર કરેલ છે તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ મહામંત્રી મહેશભાઈ રાજ્યગુરૂએ પ્રજાહીતમાં માંગણી કરેલ છે.






Latest News