ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીમાં બ્યુટીપાર્લર ચલાવતી પરિણીતા સાથે દુષ્કર્મના ગુનામાં ચારેય આરોપીની ધરપકડ


SHARE







મોરબીમાં બ્યુટીપાર્લર ચલાવતી પરિણીતા સાથે દુષ્કર્મના ગુનામાં ચારેય આરોપીની ધરપકડ

મોરબીમાં એક પછી એક દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે તેવામાં મોરબીમાં બ્યુટીપાર્લર ધારવતી મહિલાને ઓફિસમાં બોલાવી નશાયુક્ત પીણું પીવડાવીને તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે જો કે, મહિલા સાથે કેટલા શખ્સો દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું છે જેથી પોલીસે મહિલાની ફરિયાદ લઈને આરોપીઓને પકડવા માટેની તજવીજ શરૂ કરી હતી અને આરોપીઓને હાલમાં પોલીસે ચારેય આરોપીની ધરપકડ કરી લીધેલ છે

મોરબીમાં મહિલા સાથે દુષ્કર્મની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાયેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબીમાં બ્યુટી પાર્લરનો વ્યવસાય કરતી પરિણીતાનું કન્યા છાત્રાલય રોડથી બાયપાસ તરફ જવાના રસ્તે શોપિંગ સેન્ટરમાં બ્યુટીપાર્લર આવેલ છે અને તે પોતાનો ઓર્ડર પૂરો કરીને તેનો સમાન બ્યુટીપાર્લરે મૂકવા માટે ગઈ હતી ત્યારે ત્યાં ઓફિસ ધારવતા યશ દેસાઈએ ફરિયાદી મહિલાને તેની ઓફિસમાં બોલાવી હતી ત્યારે ત્યાં તેને નશાયુક્ત પીણું પીવડાવી દીધું હતું જેથી કરીને તે બેભાન બની ગઈ હતી ત્યાર બાદ તે રાતે જ્યારે થોડી ભાનમાં આવી હતી ત્યારે આરોપી ધરમ ઉર્ફે ટીટો ચૌહાણ તે ઓફિસમાં નગ્ન હાલતમાં હતો તેમજ ફરિયાદી જે કપડા પહેર્યા હતા તે બદલાઈ ગયા હતા જેથી કરીને તે મહિલાએ તાત્કાલિક તેના પતિને ફોન કર્યો હતો ત્યાર બાદ તેના પરિવારજનો ત્યાં શોપિંગે આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસ ત્યાં આવી હતી અને મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ભોગ બનેલ મહિલાની ફરિયાદ લઈને પોલીસે તેના મેડિકલ ટેસ્ટ કરાવવાની તેમજ આરોપીઓને પકડવા માટેની તજવીજ શરૂ કરી હતી અને એ ડિવિઝન પોલીસે આ ગુનામાં આરોપી ધરમ ઉર્ફે ટીનો પ્રવિણભાઇ ચૌહાણ (૨૫ ), યશ વિશ્વાસભાઈ દેસાઈ (૨૦), અભય ઉર્ફે અભિ દિનેશભાઇ જીવાણી (૨૦), રવિ દિલીપભાઈ ચૌહાણ (૨૧)ની ધરપકડ કરેલ છે 






Latest News