મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીમાં બિયરના છ ટીન સાથે શખ્સની ધરપકડ


SHARE







મોરબીમાં બિયરના છ ટીન સાથે શખ્સની ધરપકડ

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટાફ નાઇટ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાનમાં મોરબીના વીસીપરા વિસ્તારમાંથી નીકળેલ ઇસમને અટકાવીને તેની તલાસી લેવામાં આવતા તેની પાસેથી બીયરના છ ટીન મળી આવતા રૂપિયા ૬૦૦ ની કિંમતના બીયરના છ ટીન સાથે તે ઇસમની ધરપકડ કરવામાં આવી હતી. બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરામાં રણછોડનગર વિસ્તારમાં રહેતા દાઉદ ઈબ્રાહીમ જામ જાતે મિંયાણા (ઉંમર ૨૬) નામનો ઈસમ વીસીપરામાં આવેલ ગુલાબનગર મેઇન રોડ ઉપરથી નીકળ્યો હતો તે દરમિયાનમાં રાત્રિના અગિયારેક વાગ્યે તેને અટકાવીને તેની અંગ જડતી લેવામાં આવતા તેની પાસેથી બીયરના છ ટીન મળી આવ્યા હતા.જેથી હાલ રૂા.૬૦૦ ની કિંમતના બિયરના છ ટીન સાથે તેની ધરપકડ કરીને તેણે આ જથ્થો કોની પાસેથી મેળવ્યો છે..? તે દિશામાં આગળની તપાસ માટે આગળની તપાસ બીટ વિસ્તારમાં જમાદાર વશરામભાઈ મેતાને તપાસ સોંપવામાં આવી હોવાનું જાણવા મળે છે.

મહિલા સારવારમાં

મોરબીના વાવડી ગામ નજીક આવેલ સાધુ વાસવાણી સોસાયટીમાં રહેતા જેકીભાઈ દુર્ગેશભાઈ સુખદેવના પત્ની ભાવનાબેન (ઉંમર ૨૯) તેઓના ઘેર વધુ પડતા ઘેનના ટીકડા ખાઈ ગયા હોય ભાવનાબેનને સારવાર માટે મંગલમ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા બનાવને પગલે જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના વી.કે.ફૂલતરીયાએ તપાસ હાથ ધરતા તેઓએ નિવેદનમાં જણાવ્યું હતુ કે તેમને શરદી હોય અને વધુ પડતું માથું દુખતું હોવાના કારણે તેમણે વધુ પડતા ઘેનના ટીકડા ખાઈ લીધા હોવાથી તેમને સારવારમાં લઈ જવામાં આવ્યા હતા.

બાળક સારવારમાં

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ રાજીવ પેપર મીલમાં રહીને મજૂરી કામ કરતા પરિવારનો સાર્થક હરિસિંહ આદિવાસી નામના બે વર્ષના બાળકને રાત્રિના દસેક વાગ્યાના અરસામાં પેપર મીલમાં કોઈ ઝેરી જંતુ કરડી જતા સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો બનાવ અંગે જાણ થતા તાલુકા પોલીસ મથકના મહિલા એએસઆઇ નેહલબેન ખડિયા દ્વારા નોંધ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.






Latest News