મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

માળિયાના ખાખરેચી ગામેથી અઢી વર્ષની બાળકીનું અપહરણ


SHARE







માળિયાના ખાખરેચી ગામેથી અઢી વર્ષની બાળકીનું અપહરણ

મોરબી જિલ્લાના માળીયા મિંયાણા તાલુકામાં આવેલ ખાખરેચી ગામેથી અઢી વર્ષની બાળકીનું અપહરણ થયું હોય પોલીસ દ્વારા નોંધ કરીને આ અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

અપહરણના આ બનાવની મળતી માહિતી મુજબ હાલ હળવદના ચરાડવા ગામે રહેતો ગદલીયા પરિવાર મોરબી જિલ્લાના માળીયા(મિં.) તાલુકાના ખાખરેચી ગામે લુહારી કામ કરતો હોય લોખંડના બકડિયા, ડોલ, તગારા, સગડી, ચૂલા વિગેરે વેચવા માટે ગયો હતો દરમિયાન ત્યાંથી તેઓની અઢી વર્ષની બાળકીનું અપહરણ થયું હોય હાલ પરિવાર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી.વધુમાં માળીયા પોલીસમાંથી મળતી માહીતી મુજબ ગત તા.૮ ના રોજ માળીયાના ખાખરેચી ગામે ચરાડવાનો ગાદલીયા પરીવાર બકડીયા, ડોલ, તગરા જેવી પ્લાસ્ટિકની વસ્તુઓનો છૂટકમાં વેપાર કરતો પરિવાર લોખંડના બકડીયા, ડોલ, તગરા, ચુલા જેવી વસ્તુઓ વેચવા ગયો હતો તે દરમિયાનમાં પરિવારની અઢી વર્ષની બાળકી લક્ષ્મીબેન મેરાભાઈ મનજીભાઈ ચૌહાણનું કોઈ અજાણ્યા શખ્સ દ્વારા અપહરણ કરી જવામાં આવ્યું હોય પરિવારે પોલીસને જાણ કરી હતી.

વધુમાં પરિવારના સભ્ય સાથે વાત કરતા બે મહિલા (દેરાણી-જેઠાણી) તેમજ એક વૃદ્ધા (સાસુ) તથા બે યુવાન તથા આ ગુમ થયેલ બાળકી ચરાડવા ગામેથી માળિયાના ખાખરેચી ગામે આવ્યા હતા અને બંને મહિલાઓ નાહવા માટે ગયા હતા અને વૃદ્ધા પાણી ભરતા હતા જ્યારે બે યુવાનો મંદિરના ભાગે સૂતા હતા તે દરમિયાનમાં ત્યાં રમી રહેલ અઢી વર્ષની બાળકી લક્ષ્મીબેનનું કોઈ અજાણ્યા ઈસમ દ્વારા અપહરણ કરીને લઈ જવામાં આવ્યું હોવાનું ધ્યાન ઉપર આવતા પરિવારે માળિયા પોલીસમાં આ અંગે જાણ કરેલ છે.હાલ માળિયા પોલીસ દ્વારા ગુનો નોંધી બાળકીને શોધવા માટેની આગળની કવાયત હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

બાઈક સ્લીપ થતા ઇજા

મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ પિરામિડ સિરામિક નજીક રહેતા અને મજૂરી કામ કરતા સંજય ઘુસાભાઈ વસવેલીયા નામના ૨૨ વર્ષના યુવાનને વાહન અકસ્માતમાં ઇજા થતા અત્રેના સામાકાંઠે આવેલ શિવમ હોસ્પીટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો બનાવને પગલે તાલુકા પોલીસે તપાસ કરતા બાઇક સ્લીપ થઈ જવાના બનેલ બનાવમાં તેને ઈજા થઈ હોવાનું ખુલ્યું હતું.જ્યારે મોરબીના રવાપર રોડ મામા ફટાકડા પાસે આવેલ સોમનાથ સોસાયટીમાં રહેતા પી.પી.ઠાકર નામના ૫૮ વર્ષના આધેડ તેના ઘેર કોઈ કારણોસર ટોઇલેટ કલીનર હાર્પીક પી જતા તેઓને સારવાર માટે દવાખાને ખસેડાયા હતા અને જેને પગલે એ ડિવિઝન પોલીસને જાણ થતાં એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા નોંધ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.






Latest News