મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના ધુળકોટ ગામે જુગાર રમતા ત્રણ જુગારી પકડાયા


SHARE







મોરબીના ધુળકોટ ગામે જુગાર રમતા ત્રણ જુગારી પકડાયા

મોરબી તાલુકાના ધુળકોટ ગામે ઝાંપા પાસે જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપર જુગાર રમતા ત્રણ શખ્સો મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી ૧૦,૧૦૦ ની રોકડ કબજે કરી હતી અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકાના ધુળકોટ ગામે ઝાંપા પાસે જુગાર રમતા હોવાની સ્થાનિક પોલીસને બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરતા સ્થળ ઉપરથી અમરસીભાઈ તળશીભાઇ ચોટલીયા (૭૮), નરસીભાઈ લાલજીભાઈ સાપરિયા (૭૦) અને મનસુખભાઈ કુંવરજીભાઈ રાઠોડ (૬૦) રહે. બધા ધુળકોટ વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૧૦,૧૦૦ ની રોકડ કબજે કરી હતી અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી






Latest News