મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

ટંકારાના લગધીરગઢ પાસે કારખાનાના લેબર ક્વાર્ટરમાં કુકર ફાટતાં દાઝી ગયેલ મહિલા સારવારમાં


SHARE







ટંકારાના લગધીરગઢ પાસે કારખાનાના લેબર ક્વાર્ટરમાં કુકર ફાટતાં દાઝી ગયેલ મહિલા સારવારમાં

ટંકારા નજીકના લગધીરગઢ ગામ પાસે આવેલ કારખાનાના લેબર ક્વાર્ટરમાં રસોઈ બનાવતા સમયે કોઈ કારણોસર કુકર ફાટ્યું હતું જેથી કરીને પરણીતા શરીરે દાજી ગઈ હોવાથી ટંકારાની ખાનગી હોસ્પિટલમાં તેને સારવાર આપવામાં આવ્યા બાદ વધુ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા જોકે, મોરબી ખાતે બર્ન્સ વિભાગ ન હોવાથી તેને તાત્કાલિક વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈને ગયા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

 

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ટંકારા નજીક આવેલ લગધીરગઢ ગામ પાસે નેચરલ ટેકનો ફાઇબર નામના કારખાનામાં મજૂરી કામ કરતા અને ત્યાં ઓરડીમાં રહેતા માનતુનભાઈ મુખ્યના પત્ની સુલેચંદદેવી (૨૦) પોતાના લેબર ક્વાર્ટરની અંદર રસોઈ બનાવતા હતા ત્યારે કોઈ કારણોસર કુકર ફાટયું હતુ જેથી કરીને તે દાઝી ગઇ હોવાથી તેને પ્રથમ સારવાર માટે ટંકારામાં આવેલ વેદ હોસ્પિટલ ખાતે લઈને ગયા હતા અને ત્યાંથી સારવાર આપ્યા બાદ તેને વધુ સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા જોકે મોરબીની સરકારી હોસ્પિટલમાં બર્ન્સ વિભાગ ન હોવાથી આ મહિલાને વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલના બર્ન્સ વિભાગમાં લઈ જવામાં આવેલ છે અને હોસ્પિટલ મારફતે આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે પરણીતાનો લગ્ન ગાળો બે વર્ષનો છે અને તેને સંતાન નથી અને હાલમાં તે સાસુ સસરાથી અલગ રહેતા હોય પોલીસે આ અંગેની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News