મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

લવ સ્ટોરીનો એન્ડ: મોરબી તાલુકામાંથી પ્રેમી સાથે ભાગેલ યુવતીના છૂટાછેડા બાદ માવતરને સોપી


SHARE







લવ સ્ટોરીનો એન્ડ: મોરબી તાલુકામાંથી પ્રેમી સાથે ભાગેલ યુવતીના છૂટાછેડા બાદ માવતરને સોપી

મોરબી તાલુકાના બાદુરગઢ ગામેથી ગુમ થયેલ યુવતી ઉત્તર પ્રદેશના બુઢાનુપર ગામે તેના પ્રેમી સાથેથી મળી આવી હતી અને તે યુવતીને તેના માવતર સાથે જવું હોય બંને પક્ષ દ્વારા નોટરી સમક્ષ લખાણ કરી છૂટાછેડા કરાવી યુવતીને તેના માવતરને સોંપી દેવામાં આવી હોવાનું જાણવા મળેલ છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકાના બહાદુરગઢ ગામે રહેતા કલ્પેશભાઈ અરજણભાઈ ગોહેલ (૨૪)એ તેની બહેન ગૌરીબેન અરજણભાઈ ગોહેલ (૩૨) ગુમ થઈ હોવા અંગેની અગાઉ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેથી કરીને પોલીસે ગુમ થયેલ યુવતીને શોધવા માટે કવાયત શરૂ કરી હતી દરમ્યાન ઉત્તર પ્રદેશના ગાજીપુર જિલ્લાના જખનીયા તાલુકાના બુઢાનુપર ગામે આવેલ ઉદયપુર વિસ્તારમાં રહેતા રવિકુમાર કાલીચરણ રામ સાથે તે હોવાનું જાણવા મળ્યું હતું જેથી કરીને પોલીસે ત્યાં જઈને યુવતીને કબજામાં લીધી હતી અને યુવતી પોતાની મરજીથી રવિકુમાર સાથે પ્રેમ સંબંધ હોય તેની સાથે ગયેલ હોવાનું તેણે પોલીસને જણાવ્યું હતું અને બંનેએ લગ્ન કર્યાનું નોટરી રૂબરૂનું લખાણ કરાવેલ હતું જો કે, યુવતીને તેના પરિવારજનો સાથે જવું હોય નોટરી રૂબરૂ લખાણ કરાવી છૂટાછેડા કરાવી યુવતીને તેના માવતરને સોપી દેવામાં આવી હતી






Latest News